Home /News /lifestyle /બ્લડ સુગર ક્યારે નહીં વધે...ઘરે બનાવો 'રાગી ઉત્તપમ' અને ખાઓ, નોંધી લો આ રેસિપી

બ્લડ સુગર ક્યારે નહીં વધે...ઘરે બનાવો 'રાગી ઉત્તપમ' અને ખાઓ, નોંધી લો આ રેસિપી

આ ઉત્તપમ ખાવાની મજા આવે છે.

Raggi uttapan recipe: રાગીના ઉત્તપમ ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. રાગીના ઉત્તપમ તમે રેગ્યુલર ખાઓ છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉત્તપમ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો.

Ragi uttapam recipe: સાઉથ ઇન્ડિયન ફૂડ દરેક લોકોને પસંદ હોય છે. ખાસ કરીને ઉત્તપમ એક એવી ડિશે છે જે મોટાભાગના લોકોને ખાવાની મજા આવે છે અને સાથે ટેસ્ટી પણ લાગે છે. આમ, તમને બ્લડ પ્રેશરની તકલીફ છે તો રાગીના આ ઉત્તપમ તમારી માટે સૌથી બેસ્ટ છે. રાગીના ઉત્તપમ ખાવાની બહુ જ મજા આવે છે. રાગીના ઉત્તપમ તમે અઠવાડિયામાં એક વાર ખાઓ છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રાગીના ઉત્તપમ..

સામગ્રી


અડધો કપ રાગી

1/3 કપ ચોખા

¼ અડદની દાળ

એક ટામેટું

3 થી 4 લીલા મરચા

આ પણ વાંચો:નોરતાના ઉપવાસમાં ઘરે બનાવો મખાના ચાટ

એક ડુંગળી

¼ મેથીના દાણા

ઝીણી સમારેલી કોથમીર

સ્વાદાનુંસાર મીઠું

તળવા માટે તેલ

બનાવવાની રીત



  • રાગી ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ રાગી, ચોખા, અડદની દાળ અને મેથીને સાફ કરી લો.

  • પછી 5 થી 6 કલાક માટે આ વસ્તુઓને પાણીમાં પલાળી રાખો.

  • નક્કી કરેલા સમય પછી સૌથી પહેલાં અડદની દાળ લઇને મિક્સરમાં ક્રશ કરી લો.

  • આ પેસ્ટને એક બાઉલમાં લઇ લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ફૂદીનાની કચોરી



    • હવે મિક્સર જારમાં ચોખા અને રાગીને પીસી લો.

    • થોડુ પાણી નાખીને તમે પીસી શકો છો.

    • આ ખીરાને 5 થી 6 કલાક માટે ઢાંકીને મુકી રાખો.

    • જ્યારે ખીરું તૈયાર થઇ જાય ત્યારે સ્વાદાનુંસાર મીઠું નાખો.

    • હવે આ ખીરામાં મીઠું નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

    • ટામેટા, ડુંગળી, લીલા મરચા અને કોથમીર નાખીને મિક્સ કરી લો.

    • પછી નોનસ્ટિક તવી લો અને ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે ખીરું પાથરો.

    • આજુબાજુ તેલ નાખો.

    • 3 થી 4 મિનિટ માટે થવા દો.






  • બન્ને સાઇડ ઉત્તપમને શેકી લો.

  • તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી રાગીના ઉત્તપમ.

  • આ ઉત્તપમ ખાવાની બહુ જ મજા આવે છે. આ ઉત્તપમ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

First published:

Tags: Recipes, South indian

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો