Home /News /lifestyle /વધેલા બાફેલા બટાકાને ફેંકશો નહીં..આ રીતે ઘરે બનાવો ટેસ્ટી પોટેટો બાઇટ્સ, જોઇ લો VIDEO માં રેસિપી

વધેલા બાફેલા બટાકાને ફેંકશો નહીં..આ રીતે ઘરે બનાવો ટેસ્ટી પોટેટો બાઇટ્સ, જોઇ લો VIDEO માં રેસિપી

આ રેસિપીમાં વધેલા બાફેલા બટાકાનો ઉપયોગ થઇ જશે.

Potato bites recipe: ઘણી વાર આપણે બટાકા બાફીએ ત્યારે એ ઘરમાં વધતા હોય છે. આ બટાકા મોટાભાગના લોકો એને ફેંકી દેતા હોય છે. આમ તમે હવે આ બટાકાને ફેંકશો નહીં પરંતુ આમાંથી પોટેટો બાઇટ્સ ઘરે બનાવો.

Potato Bites recipe: એકની એક ડિશ ખાઇને અનેક લોકો કંટાળી ગયા હોય છે. આજે અમે તમારી માટે એક એવી રેસિપી લઇને આવ્યા છીએ જેમાં તમારા રસોડામાં પડેલા વધેલા બટાકાનો ઉપયોગ થઇ જાય છે. આ એક એવી ડિશ છે જેમાં તમારા વધેલા બાફેલા બટાકાના ઉપયોગ થઇ જશે અને સાથે ખાવાની મજા આવશે. તો તમે પણ વધેલા બાફેલા બટાકામાંથી પોટેટો બાઇટ્સ. આ રેસિપી ઇન્સ્ટાગ્રામ યુઝર (@ayeshakhan_1992) એ એકાઉન્ટ પર શેર કરી છે. તો જોઇ લો આ વિડીયો અને ઘરે બનાવો તમે પણ..

આ પણ વાંચો:સાદી નહીં..આ રીતે ઘરે બનાવો તવા ઇડલી

પોટેટો બાઇટ્સની રેસિપી



  • નાસ્તામાં પોટેટો બાઇટ્સ બનાવવા માટે સૌ પ્રથમ સૌથી વધેલા બાફેલા બટાકાને મેશ કરી લો.

  • હવે આમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોર્ન સ્ટાર્ચ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો મખાના ચાટ



    • ધ્યાન રહે કે બટાકામાં સારી રીતે બધી વસ્તુઓ મિક્સ થઇ જાય.

    • આ મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ વાળી લો.

    • પછી આમાંથી ટિક્કી શેપનો આપી દો.

    • આ માટે હથેળીમાં સામાન્ય પ્રેસ કરી લો.

    • તમે આમાં તમારી મનગમતી ડિઝાઇનનો શેપ પણ આપી શકો છો.

    • એક પછી એક એમ બધી ટિક્કીઓ તૈયાર કરી લો.

    • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.








  • તેલ ગરમ થઇ જાય એટલે પોટેટો બાઇટ્સ એક પછી એક એમ તળી લો.

  • આ બાઇટ્સ ગોલ્ડન રંગના થઇ જાય એટલે પ્લેટમાં લઇ લો.

  • તો તૈયાર છે ક્રિસ્પી પોટેટો બાઇટ્સ.





First published:

Tags: Life style, Potato Recipes, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો