Home /News /lifestyle /'પાલક પનીર ભુર્જી' બનાવતી ખાસ રાખો આ ધ્યાન, નોંધી લો આ રેસિપી અને ખાવાની મજા માણો

'પાલક પનીર ભુર્જી' બનાવતી ખાસ રાખો આ ધ્યાન, નોંધી લો આ રેસિપી અને ખાવાની મજા માણો

આ પ્રોટીન રિચ રેસિપી છે.

Palak paneer bhurji: પાલક પનીર ભુર્જી રેસિપી એક એવી છે જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ શાક ટેસ્ટી છે અને સાથે-સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. તો તમે પણ નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો.

Palak Paneer Bhurji recipe: પાલક પનીરનું શાક દરેક લોકોનું ફેવરેટ હોય છે. આ શાક માત્ર ટેસ્ટ માટે જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ગુણકારી છે. પાલક શરીરમાં આયરનની ઉણપને પૂરી કરે છે. આ સાથે જ પાલકનું શાક ખાવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે. આમ, તમારા બાળકને તેમજ ઘરમાં કોઇને પાલક ખાવાની મજા આવતી નથી તો તમે આ રીતે ઘરે ટ્વિસ્ટ આપીને પાલક પનીર ભૂર્જી બનાવી શકો છો. તો નોંધી લો આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો.

સામગ્રી


એક બાઉલ કટ કરેલી પાલક

એક ચમચી તેલ

આ પણ વાંચો:લસણ-ડુંગળી વગર ટેસ્ટી શાહી પનીરનું શાક બનાવો

એક ચમચી જીરું

એક ઝીણી સમારેલી ડુંગળી

એક કટ કરેલુ ટામેટુ

અડધો બાઉલ પનીર

અડધી ચમચી લાલ મરચુ

અડધી ચમચી હળદર

અડધી ચમચી ગરમ મસાલો

એક ઝીણું સમારેલુ લીલુ મરચુ

અડધી ચમચી આદુનો ટુકડો

એક નાનો ટુકડો તજ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • ડિનરમાં પાલક પનીર ભુર્જી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલ ગરમ થઇ જાય એટલે જીરું નાખો.


આ પણ વાંચો:વધેલી બાફેલા બટાકામાંથી બનાવો પોટેટો બાઇટ્સ



    • આદુ, લીલા મરચા, તજ નાંખો.

    • હવે કઢાઇમાં ડુંગળી નાખો અને ફ્રાય કરી લો.

    • પછી કઢાઇમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો.

    • થોડીવાર પછી ટામેટા એડ કરો અને ઢાંકી દો.

    • ટામેટા સોફ્ટ થઇ જાય એટલે એમાં પાલક મિક્સ કરો.

    • પછી આમાં પનીર મિક્સ કરીને ઢાંકીને દો.

    • ગરમ મસાલો અને કોથમીર મિક્સ કરો.

    • તો તૈયાર છે સ્વાદિષ્ટ પાલક પનીર ભુર્જી.






  • આ પાલક પનીર ભુર્જી તમે પરાઠા તેમજ રોટલી સાથે ખાઓ છો મજા પડી જાય છે.

  • આ પાલક પનીર ભુર્જી તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને ટેસ્ટી બનશે. આ શાક નાના બાળકોને પણ ખવડાવવું જોઇએ.

  • આ શાક તમે ડિનરમાં તેમજ લંચમાં બનાવી શકો છો. આ શાકની સૌથી મોટી ખાસિયત એ છે કે ફટાફટ ઘરે બની જાય છે અને સાથે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

First published:

Tags: Life Style News, Paneer, Recipes