Home /News /lifestyle /લસણ-ડુંગળી વગર નવરાત્રિમાં બનાવો આ ટેસ્ટી શાક: સરળ રેસિપી નોંધી લો, ખાવાની મજા આવશે

લસણ-ડુંગળી વગર નવરાત્રિમાં બનાવો આ ટેસ્ટી શાક: સરળ રેસિપી નોંધી લો, ખાવાની મજા આવશે

આ શાક ખાવાની મજા આવે છે..(પ્રતિકાત્મક તસવીર..)

Aloo tomato sabji: હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. આ નવરાત્રિમાં અનેક લોકો લસણ-ડુંગળી ખાતા નથી. આમ,તમે પણ લસણ-ડુંગળી ખાતા નથી તો આ રીતે જૈન બટાકા ટામેટાનું શાક ઘરે બનાવો અને ખાવાની મજા માણો.  

Aloo tamatar sabji: હાલમાં ચૈત્રી નવરાત્રિ શરૂ છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ દિવસોમાં અનેક ઘરોમાં લસણ-ડુંગળી વગરની વાનગીઓ બનતી હોય છે. આ શુભ દિવસોમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણ-ડુંગળી ખાવુ જોઇએ નહીં. આ સમયમાં અનેક લોકો કન્ફ્યૂઝ હોય છે કે શું રસોઇ બનાવવી..આમ તમને પણ આ પ્રશ્ન થાય છે તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે લસણ-ડુંગળી વગર બટાકા ટામેટાનું શાક બનાવશો.

સામગ્રી


એક નાની ચમચી હળદર

એક નાની ચમચી ધાણાજીરું

આ પણ વાંચો:વધેલા બાફેલા બટાકામાંથી બનાવો આ સ્પાઇસી રેસિપી

એક નાની ચમચી લાલ મરચુ

સ્વાદાનુંસાર મીઠું

એક નાની ચમચી ગરમ મસાલો

300 ગ્રામ બટાકા

200 ગ્રામ ટામેટા

ઝીણી સમારેલી કોથમીર

2 થી 3 લીલા મરચા

એક ચમચી તેલ

ચપટી હિંગ

અડધી ચમચી જીરું

એક નાનો ટુકડો આદુ

બનાવવાની રીત



  • લસણ-ડુંગળી વગરનું બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ બટાકા લો અને એને કુકરમાં બાફી લો.

  • બટાકા બફાઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો સાબુદાણાના બોલ્સ



    • પછી બટાકા થોડા ઠંડા થાય એટલે છાલ કાઢી લો.

    • હવે ટામેટા, લીલા મરચા અને આદુને મિક્સરમાં પીસી લો.

    • કઢાઇમાં તેલ મુકીને ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરુ અને હિંગ નાખો.

    • આ થઇ જાય પછી હળદર અને ધાણાજીરું નાખો.

    • મસાલાને ચમચાની મદદથી હલાવી દો.

    • મસાલા થઇ જાય એટલે તૈયાર કરેલા ટામેટા, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખો.

    • આ પેસ્ટને એક મિનિટ માટે ઢાંકી દો.

    • નક્કી કરેલા સમય પછી બટાકાને હાથથી થોડા મેશ કરી લો. ધ્યાન રાખો કે વઘારે બટાકા મેશ કરવાના નથી.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

    • તો તૈયાર છે લસણ ડુંગળી વગરનું બટાકા ટામેટાનું શાક.






  • આ શાક ખાવાની બહુ જ મજા આવે છે.

  • તમે ફરાળી રોટલી કે ભાખરી ખાઓ છો તો આ શાક બનાવો. ખાવાની બહુ મજા આવશે. શાકમાં તમને રસો વઘારે જોઇએ છે તો તમે વધારે થોડુ પાણી નાખીને રસો કરી શકો છો.

First published:

Tags: Farali recipe, Life Style News, Potato Recipes, Recipes