Home /News /lifestyle /લારી જેવા ટેસ્ટી-ટેસ્ટી 'આલુ પરાઠા' ઘરે બનાવવા નોંધી લો આ રીત

લારી જેવા ટેસ્ટી-ટેસ્ટી 'આલુ પરાઠા' ઘરે બનાવવા નોંધી લો આ રીત

આલુ પરાઠા ખાવાની મજા આવે છે.

aloo paratha recipe: આલુ પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. આલુ પરાઠા તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત ટેસ્ટી બનશે અને સાથે ખાવાની બહુ જ મજા આવશે. આલુ પરાઠા એક એવી રેસિપી છે જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

Aloo paratha recipe: બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર..આલુ પરાઠા એક એવી રેસિપી છે જે કોઇ પણ સમયે ખાવાની મજા આવે છે. સ્વાદથી ભરપૂર આલુ પરાઠા એક ફેમસ ઇન્ડિયન ફૂડ ડિશ છે. આલુ પરાઠા દરેક લોકોને ખાવાની મજા આવતી હોય છે. આમ, જો તમે આ પ્રોપર રીતથી ઘરે આલુ પરાઠા બનાવશો તો ટેસ્ટમાં મસ્ત ચટાકેદાર બનશે અને સાથે ખાવાની બહુ જ મજા આવશે. આમ, તમને કોઇ ટેસ્ટી વસ્તુ ખાવાનું મન થાય છે તો તમે આલુ પરાઠા ઘરે બનાવી શકો છો. તો નોંધી લો આ રીત અને ફટાફટ ઘરે બનાવો.

સામગ્રી


½ કિલો બટાકા

2 બાઉલ લોટ

5 થી 6 લીલા મરચા

½ કપ ઝીણી સમારેલી કોથમીર

આ પણ વાંચો:ડબલ સિઝનમાં ખાઓ આ ઇમ્યુનિટી બુસ્ટ ચટણી

એક કપ ડુંગળી

એક ચમચી લાલ મરચું

અડધી ચમચી જીરું

અડધી ચમચી ગરમ મસાલો

જરૂર મુજબ તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • લંચ, ડિનર કે બ્રેકફાસ્ટમાં આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને કુકરમાં બાફી લો.

  • બટાકા બફાઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.


આ પણ વાંચો:બાળકો માટે સ્પેશયલ ઘરે બનાવો સોયા ઇડલી



    • હવે બટાકાને મેશ કરી લો.

    • મેશ કરેલા બટાકામાં ડુંગળી, લીલા મરચા, કોથમીર નાખીને મિક્સ કરી લો.

    • પછી મેશ કરેલા બટાકામાં લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ તેમજ બીજી બધી સામગ્રી નાખીને મિક્સ કરી લો.

    • હવે ઘઉંનો લોટ લો અને એમાં થોડુ મીઠું અને તેલ નાંખીને પાણીથી પરાઠા જેવો લોટ બાંધી લો.

    • 10 મિનિટ માટે આ લોટને ઢાંકીને મુકી રાખો.

    • પછી આ લોટમાંથી ગુલ્લા બનાવી લો.

    • એક ગુલ્લુ લો અને એમાંથી થોડુ પરાઠા વણી લો પછી વચ્ચે બટાકાનું સ્ટફિંગ ભરીને પેક કરી લો.

    • હવે થોડુ અટામણ લઇને પરાઠા વણી લો.

    • નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે પરાઠા નાંખો અને ચારેબાજુ તેલ નાંખો.

    • પછી બન્ને સાઇડ આછા બ્રાઉન રંગનું શેકી લો.






  • તો તૈયાર છે આલુ પરાઠા.

  • આ આલુ પરાઠા તમે સોસ તેમજ દહીં સાથે ખાઓ છો મજ્જા પડી જાય છે.

  • આ આલુ પરાઠા ખાવાની મજા આવે છે.

First published:

Tags: Life Style News, Recipes