Home /News /lifestyle /આ 3 વસ્તુઓથી ઘરે બનાવો ઇન્સ્ટન્ટ 'લીંબુ પાણીનો પાવડર', શરબત અને સોડામાં ખાસ નાખજો

આ 3 વસ્તુઓથી ઘરે બનાવો ઇન્સ્ટન્ટ 'લીંબુ પાણીનો પાવડર', શરબત અને સોડામાં ખાસ નાખજો

ગરમીમાં શરબત પીવાની મજા આવે છે.

Limbu pani powder recipe: ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં અનેક લોકો જાતજાતના પીણાં ઘરે તેમજ બહારથી લાવીને પીતા હોય છે. ત્યારે આજે અમે તમારી માટે એક મસ્ત પાવડરની રેસિપી લઇને આવ્યા છીએ જે તમે સોડા અને શરબતમાં નાખો છો તો મસ્ત બને છે.

Iimbu pai powder recipe: ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઠંડા પીણા, નારિયેળ પાણી, કોલ્ડ ડ્રિંક, કોલ્ડ કોફી, શેક, લીંબુનો શરબત પીવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ દરરોજ બહારના કોલ્ડ ડ્રિંક પીવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ગરમીમાં બને ત્યાં સુધી ઘરેથી લીંબુ પાણી લઇને જાવો તેમજ ઘર બનાવેલું પાણી પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને લીંબુ પાણીનો પાવડર બનાવતા શીખવાડીશું. આ પાવડર બનાવવા માટે માત્ર ત્રણ જ વસ્તુઓ જોઇએ છે. તો જાણો તમે પણ અને ઘરે બનાવો. આ પાવડર નાખીને તમે લીંબુનો શરબત બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને પીવાની બહુ મજા આવી જશે. તો નોંધી લો તમે પણ રીત.

સામગ્રી


એક મોટો કપ લીંબુનો રસ

2 થી 3 કપ ખાંડ

સ્વાદાનુંસાર મીઠું

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ટેસ્ટી રસમ

ઓપ્શનલ સામગ્રીઓ

એક નાની ચમચી જીરા સિડ્સ

એક નાની ચમચી ચાટ મસાલો

એક નાની ચમચી કાળુ મીઠું

અડધી ચમચી કાળા મરીનો પાવડર

બનાવવાની રીત



  • લીંબુ પાણીનો પાવડર બનાવવા માટે સૌ પ્રથમ ખાંડ લો અને એને ગ્રાઇન્ડ કરી લો.


આ પણ વાંચો:હોટલ જેવું ક્રિસ્પી બુંદીનું રાયતુ ઘરે બનાવો આ રીતે



    • પછી ઉપર જણાવ્યા મુજબ બધા જ મસાલાઓને એક પછી એક ગ્રાઇન્ડ કરીને પ્લેટમાં લઇ લો.

    • પ્લેટમાં તેમજ બાઉલમાં આ પાવડર લઇ લો.

    • હવે આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો.

    • લીંબુનો રસ નાખ્યા પછી આ પાવડરને બરાબર હાથથી મિક્સ કરી લો.

    • હાથથી પાવડર તમે મિક્સ કરો છો તો પ્રોપર રીતે મિક્સ થાય છે.

    • 4 થી 5 મિનિટ માટે આ પાવડરને સુકવી દો.

    • તમે આ પાવડરને થોડી મિનિટ માટે તડકામાં પણ મુકી શકો છો.

    • આ લીંબુ પાવડરને તમે બે મહિના સુધી સ્ટોર કરી શકો છો.






  • તો તૈયાર છે લીંબુ પાણીનો પાવડર.

  • તમે ઓપ્શનલ સામગ્રીઓને અલગથી પણ ગ્રાઇન્ડ કરી શકો છો. જ્યારે પાણી તેમજ મસાલા સોડા બનાવો ત્યારે આ પાવડર ઉપરથી નાંખો છો તો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. લીંબુ પાણી પાવડરમાં દરેક ટાઇપના મસાલા આવવાથી ટેસ્ટમાં ટેસ્ટી બને છે.

First published:

Tags: Life Style News, Recipes, Summer

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો