Home /News /lifestyle /રાજમા ચાટ ખાઓ અને વજન ઘટાડો, માત્ર 10 મિનિટમાં બનાવવા નોંધી લો આ રીત

રાજમા ચાટ ખાઓ અને વજન ઘટાડો, માત્ર 10 મિનિટમાં બનાવવા નોંધી લો આ રીત

રાજમા ખાવાથી લોહી વધે છે.

Rajma Chaat Recipe: રાજમા હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. રાજમામાંથી તમે ખૂબ બધી વાનગીઓ ઘરે બનાવી શકો છો. રાજમામાં ફાઇબર વધારે હોય છે જે તમે ખાઓ છો તો પેટ ભરેલુ રહે છે જેના કારણે ભૂખ લાગતી નથી. તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે બનાવો રાજમા ચાટ.

વધુ જુઓ ...
Rajma chaat Recipe: રાજમા હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. રાજમા સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. રાજમા ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. આ સાથે રાજમામાં રહેલા ગુણો તમારા શરીરના હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. રાજમામાંથી તમે અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છો. તો આજે અમે તમને રાજમા ચાટ બનાવતા શિખવાડીશું. રાજમા ચાટ તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. સૌથી મહત્વની વાત એ છે કે રાજમા ચાટ ખાવાથી વજન પણ ઉતરે છે.

સામગ્રી


2 કપ બાફેલા રાજમા

2 થી 3 બાફેલા બટાકા

અડધો કપ બાફેલા છોલે

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો બેપડી રોટલી

બે ડુંગળી

2 થી 3 લીલા મરચા

એક ટામેટુ

એક લીંબુનો રસ

એક ચમચી ચાટ મસાલો

એક ચમચી કાળા મરીનો પાવડર

અડધી ચમચી કાળુ મીઠું

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • રાજમા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ રાજમા અને છોલેને સાફ કરીને આખી રાત પાણીમાં પલાળો.

  • પછી બીજા દિવસે સવારમાં રાજમા, છોલે કુકરમાં બાફી લો.

  • 4 થી 5 સીટી વગાડો અને પછી ચેક કરી લો. થોડા કડક લાગે તો ફરીથી બાફી લો.

  • હવે ડુંગળી અને ટામેટા કટ કરો.

  • પછી રાજમા, છોલેને એક કાણાં વાળા વાસણમાં લઇ લો.

  • એક કુકરમાં બટાકા બાફી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો પનીર લબાબદાર



    • બટાકાને ઝીણાં સમારી લો.

    • એક બાઉલમાં રાજમા, છોલે અને કટ કરેલા બટાકા લો.

    • આમાં લીલા મરચા નાખો.

    • પછી ટામેટા અને ડુંગળી મિક્સ કરો.

    • આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરો.

    • એક વાર મિક્સ કર્યા પછી ચાટ મસાલો, કાળુ મીઠું અને સ્વાદાનુંસાર સાદુ મીઠું નાખીને મિક્સ કરો.

    • પછી જરૂર મુજબ લીંબુનો રસ રાજમામાં એડ કરો.






  • આ બધી વસ્તુને બરાબર મિક્સ કરો અને પછી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરો.

  • તો તૈયાર છે રાજમા ચાટ.

  • આ રાજમા ચાટ તમે બ્રેક ફાસ્ટમાં ખાઓ છો તો પેટ ભરેલુ રહે છે જેના કારણે તમને બીજુ ખાવાની ઇચ્છા થતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.

First published:

Tags: Life Style News, Recipes, Tasty Recipe

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો