Home /News /lifestyle /ડિનરમાં બનાવો પનીર લબાબદાર, ખાસ આ રીતે ટામેટા બાફીને પેસ્ટ બનાવો...હોટલ જેવું ટેસ્ટી બનશે

ડિનરમાં બનાવો પનીર લબાબદાર, ખાસ આ રીતે ટામેટા બાફીને પેસ્ટ બનાવો...હોટલ જેવું ટેસ્ટી બનશે

પંજાબી સબ્જી ખાવાની મજા આવે છે.

Paneer lababdar recipe: પનીર લબાબદાર અને પરાઠા ખાવાની મજા આવે છે. પંજાબી સબ્જી તમે ઘરે બનાવો ત્યારે ખાસ કરીને પેસ્ટ બનાવવાની એક રીત હોય છે. તમારી પેસ્ટ સારી બને છે તો સબ્જીનો ટેસ્ટ અને સુગંધ બન્ને મસ્ત આવે છે. તો નોંધી લો આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો પનીર લબાબદાર.

વધુ જુઓ ...
Paneer lababdar recipe: ગરમીમાં ખાસ કરીને રસોઇ શું બનાવવી એ મોટો પ્રશ્ન હોય છે. શિયાળામાં ખાવાની મજા આવે છે, જ્યારે ગરમીમાં ખાવાની મજા આવતી નથી. ખાસ કરીને ગરમીમાં દરરોજ કંઇક અલગ ખાવાનું મન થાય છે. આમ, તમારા ઘરમાં પણ બધા એકની એક રસોઇ ખાઇને કંટાળી ગયા છો તો પનીર લબાબદાર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પનીર લબાબદાર તમે ઘરે આ રીતે બનાવો છો તો ટેસ્ટી બને છે અને ખાવાની પણ મજા આવે છે. આમ, ઘરે અચાનક કોઇ મહેમાન આવે છે અને તમે પનીર લબાબદાર બનાવો છો તો તમને સરળ પડે છે અને સાથે ગેસ્ટ ખુશ થઇ જાય છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો પનીર લબાબદાર.

સામગ્રી


બે કાપેલા ટામેટા

બે ચમચી કાજુ

બે ચમચી લસણની પેસ્ટ

બે ઇલાયચી

આ પણ વાંચો:કાંજી વડા બનાવવાની સરળ રીત

3 થી 4 લવિંગ

એક ટુકડો આદુ

સ્વાદાનુંસાર મીઠું

અન્ય સામગ્રી


2 થી 3 ચમચી મલાઇ

એક કપ પનીર ક્યૂબ્સ

બે ચમચી છીણેલું પનીર

એક ઝીણી સમારેલી ડુંગળી

એક તજ

એક ચમચી કસૂરી મેથી

એક ચમચી લીલા મરચા

અડધી ચમચી હળદર

અડધી ચમચી લાલ મરચુ

અડધી ચમચી ધાણાંજીરું

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ભરેલા રિંગણ

અડધી ચમચી જીરું

અડધી ચમચી ગરમ મસાલો

2 થી 3 ચમચી કોથમીર

બે ચમચી માખણ

બે ચમચી તેલ

એક કપ પાણી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત





    • પનીર લબાબદાર બનાવવા માટે સૌ પ્રથમ પનીરને કટ કરી લો.

    • એક વાસણમાં પાણી લો ગરમ કરો.

    • આ ગરમ પાણીમાં ટામેટા, લસણ અને આદુ નાખો.

    • પછી લવિંગ, ઇલાયચી, કાજુ અને મીઠું નાખીને 10 મિનિટ માટે થવા દો.

    • ટામેટા નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.

    • મિક્સર જારમાં બધી સામગ્રીઓની સ્મૂધ પેસ્ટ બનાવો.

    • આ પેસ્ટને એક વાસણમાં લઇ લો.

    • એક કડાઇમાં માખણ અને તેલ ગરમ કરવા માટે મુકો.

    • માખણ પીગળી જાય એટલે એમાં તજ, લીલા મરચા અને કસૂરી મેથી નાખો.

    • પછી ડુંગળી સાંતળી લો.

    • હળદર, લાલ મરચુ અને ધાણાજીરું સહિતના મસાલા મિક્સ કરો.






  • મસાલામાં સુગંધ આવવા લાગવા એટલે પેસ્ટ નાખો અને સાંતળી લો.

  • ઢાંકણ ઢાંકી દો અને 10 મિનિટ માટે થવા દો.

  • તેલ છુટવા લાગે એટલે એક કપ પાણી અને સ્વાદાનુંસાર મીઠું મિક્સ કરો.

  • પેસ્ટમાં પનીરના ટુકડા અને છીણેલું પનીર નાખો.

  • કડાઇને ઢાંકીને થવા દો.

  • 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને મલાઇ નાખો.

  • તો તૈયાર છે પનીર લબાબદાર.

First published:

Tags: Food18, Life Style News, Recipes