Home /News /lifestyle /માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો 'સેવ ટામેટાનું શાક', ટેસ્ટમાં ઢાબા જેવું ચટાકેદાર બનાવવા આ પેસ્ટ નાખો

માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો 'સેવ ટામેટાનું શાક', ટેસ્ટમાં ઢાબા જેવું ચટાકેદાર બનાવવા આ પેસ્ટ નાખો

આ શાક અને પરાઠા ખાવાની મજા આવે છે.

Sev tamatar sabji recipe: સેવ ટામેટાનું શાક એક એવી રેસિપી છે જે નાના બાળકોથી લઇને એમ મોટા..દરેક લોકોને ભાવતુ હોય છે. આ શાક સાથે પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. આમ, તમે આ રીતે સેવ ટામેટાનું શાક બનાવશો તો ઢાબા જેવુ ટેસ્ટમાં બનશે.

Sev tamatar recipe: સેવ ટામેટાનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. સેવ ટામેટાનું શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. પરંતુ આ શાક ટેસ્ટી હોવુ ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે સેવ ટામેટાનું શાક ટેસ્ટમાં ટેસ્ટી બનતુ નથી અને શાક લોચા જેવુ થઇ જાય છે. આમ વાત કરવામાં આવે તો સેવ નમકીન રીતે ખાવામાં આવે છે. આ શાક એવું છે જે દરેક ઉંમરના લોકોને પસંદ હોય છે. તો તમે પણ આ રીતે ઢાબા સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક બનાવો.

સામગ્રી


એક કપ સેવ

બે ટામેટા

અડધો કપ ટામેટાની પ્યૂરી

એક ચમચી આદુ-લસણની પેસ્ટ

અડધી ચમચી હળદર

અડધી ચમચી રાઇ

આ પણ વાંચો:નવરાત્રિમાં લસણ ડુંગળી વગર આ ટેસ્ટી શાક બનાવો

અડધી ચમચી વરિયાળી

બે ચમચી લાલ મરચું

એક ચમચી ધાણાજીરું

અડધી ચમચી ગરમ મસાલો

અડધી ચમચી જીરું પાવડર

એક ચમચી કસૂરી મેથી

ચપટી હિંગ

બે ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાને ધોઇને કોરા કરી લો.

  • પછી ટામેટાના કટકા કરી લો.

  • હવે મિક્સર બાઉલમાં હળદર, જીરું પાવડર, ધાણાજીરું, લાલ મરચું નાખીને મિક્સ કરો.


આ પણ વાંચો:10 મિનિટમાં ફરાળી આલુ પેટિસ બનાવો



    • આ મસાલામાં બે ચમચી પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લો.

    • પછી એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને રાઇ નાંખો.

    • ચપટી હિંગ નાખો.

    • હવે તૈયાર કરેલી પેસ્ટ નાખો અને સાંતળી લો .

    • સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરીને ઢાંકી દો.

    • થોડી વારમાં ટામેટા નરમ થઇ જશે.

    • હવે ટામેટાની પ્યૂરી નાખીને મિક્સ કરો.

    • આ ગ્રેવીમાં દહીં નાખો એક મિનિટ માટે થવા દો.

    • ગ્રેવીમાંથી તેલ છૂટવા લાગે એટલે કસૂરી મેથી નાખો.

    • પછી ગરમ મસાલો અને અડધો કપ પાણી નાખો.

    • ગ્રેવીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી તેલ છૂટે નહીં.

    • આ ગ્રેવીમાં સેવ નાખો અને મિક્સ કરી લો.






  • ધ્યાન રાખો કે સેવ વધારે નરમ ના થઇ જાય.

  • તો તૈયાર છે સેવ ટામેટાનું શાક.

  • આ સેવ ટામેટાનું શાક તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની બહુ મજા આવશે.

First published:

Tags: Recipes, Tasty Recipe, Tomato

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો