Home /News /lifestyle /'હરા ભરા કબાબ' આ નવી રીતથી ઘરે બનાવો, રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી બનશે

'હરા ભરા કબાબ' આ નવી રીતથી ઘરે બનાવો, રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી બનશે

આ એક હેલ્ધી રેસિપી છે.

Hara bhara kabab recipe: હરા ભરા કબાબ એક એવી રેસિપી છે જે નાના બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોને ભાવે છે. આ રેસિપી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ એક હેલ્ધી રેસિપી છે.

Hara bhara kabab recipe: હરા ભરા કબાબ એક એવું સ્ટાર્ટર છે જે ખાવાની મજા આવે છે. આ ડિશ અનેક લોકોને પસંદ હોય છે. ઘણાં લોકો આ સ્ટાર્ટર સૂપ સાથે ખાતા હોય છે. આ ટેસ્ટી હોવાની સાથે-સાથે હેલ્ધી ડિશ પણ છે. તમે ઘરમાં કોઇ પાર્ટી કરી રહ્યા છો તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. હરા ભરા કબાબ બનાવવા માટે પાલક, બટાકા તેમજ વટાણા સહિત અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે પણ આ રીતથી ઘરે બનાવો હરા ભરા કબાબ.

સામગ્રી


2 કપ પાલક

અડધો કપ વટાણા

2 થી 3 બાફેલા બટાકા

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ફુદીનાની કચોરી

અડધી ચમચી આદુની પેસ્ટ

એકથી બે લીલા મરચા

ત્રણ ચમચી બ્રેડક્રમ્બ્સ

ત્રણ ચમચી શેકેલો ચણાનો લોટ

અડધી ચમચી ગરમ મસાલો

¾ ચમચી આમચૂર પાવડર

ત્રણ ચમચી ઝીણી સમારેલી કોથમીર

ત્રણ ચમચી તેલ

ચપટી ઇલાયચી પાવડર

બનાવવાની રીત



  • સ્વાદથી ભરપૂર હરા ભરા કબાબ બનાવવા માટે સૌ પ્રથમ પાલકને સાફ કરી લો.

  • પછી બટાકા અને વટાણાંને બાફી લો.

  • હવે બટાકાની છાલ કાઢી લો.


આ પણ વાંચો:ખાટાં દહીંમાંથી ઘરે બનાવો આ ચટાકેદાર વાનગીઓ



    • એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો અને એમાં પાલક બાફી લો.

    • પાલક બફાઇ જાય એટલે કાણાં વાળા વાસણમાં લઇ લો જેથી કરીને પાણી બધુ નિકળી જાય.

    • હવે પાલકને ઠંડા પાણીમાં નાંખો અને લગભગ એક મિનિટ સુધી રહેવા દો અને પછી પાણી કાઢી લો.

    • પાલકના ઝીણાં ટુકડા કરી લો.

    • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં વટાણાં નાખો અને 1 થી 2 મિનિટ માટે સોટ કરી લો.

    • પાલક અને મીઠું નાખીને બધી વસ્તુઓ થોડા પ્રમાણમાં શેકી લો.

    • હવે પાલક અને વટાણામાં કોથમીર અને હળદર મિક્સ કરો અને એક મિનિટ સુધી શેકાવા દો.

    • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ગેસ બંધ કરી દો.

    • હવે લીલા મરચા અને આદુની પેસ્ટ કરીને બટાકાને મેશ કરી લો.

    • એક વાસણમાં બટાકા, લીલા મરચા અને આદુની પેસ્ટ, આમચૂર, ઇલાયચી પાવડરને સરખી રીતે મિક્સ કરી .

    • શેકેલો ચણાનો લોટ, બ્રેડનો ચુરો અને મીઠું નાખીને મિક્સ કરી લો.

    • છેલ્લે પાલક અને વટાણા નાખીને બધી જ સામગ્રીઓને મિક્સ કરી લો.

    • થોડુ મિશ્રણ હાથમાં લો અને કબાબનો આકાર આપો.






  • નોનસ્ટિક પેન લો અને તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલ ગરમ થઇ જાય એટલે કબાબ તળી લો.

  • તો તૈયાર છે હરા ભરા કબાબ.

First published:

Tags: Life Style News, Recipes