food hacks: શાકમાંથી વધારાનું તેલ કાઢવાની ટ્રીક ટ્વીટર પર બની ચર્ચાનો વિષય, જુઓ viral video

વાયરલ વીડિયો પરની તસવીર

food hacks news: ભારતીય ડીશમાં (Indian food dishes) તેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં ડીશમાંથી વધારાનું તેલ (excess oil remove from food)કેવી રીતે કાઢવું એ અંગેની ટ્રીક (food trick) બતાવતો વીડિયો સોશિયલ મીડિયા (viral video social media) ઉપર વાયરલ થયો છે.

  • Share this:
food hack to remove excess oil: મોટાભાગની ભારતીય વાનગીઓમાં તેલનો ભરપુર (Excessive use of oil in dishes) ઉપયોગ થાય છે. ગુજરાતમાં પણ ઘણા પરિવારોના શાકમાં તેલનું પ્રમાણ ઘણું વધુ હોય છે. તેલનો રસો શાકમાં સ્વાદ ઉમેરે છે. પરંતુ વધુ તીખો અને તેલવાળો ખોરાક એસીડીટી જેવી તકલીફ ઊભી કરી શકે છે.

આવી સ્થિતિમાં વધુ પડતા તેલને ખોરાકમાં (Food tips) જતું ટાળવા માટે ઉપર ઉપરથી તેલ તારવીને લઈ શકાય છે. ત્યારે શાક ઉપરથી તેલ તારવવા માટેની (excess oil remove from food) પદ્ધતિ બતાવતો એક વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) પર ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયો 18 સેકન્ડનો છે. જેમાં બરફના ટુકડાથી વધારાનું તેલ કઈ રીતે કાઢવું તે અંગે જાણકારી આપવામાં આવી છે. ટ્વિટર પેજ પર અપલોડ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય કે એક વ્યક્તિ બરફના ગોળાનો ઉપયોગ કરીને સીફૂડ કરી પરથી વધારાનું તેલ દૂર કરી રહ્યો છે. ગોળાકાર બરફ ગ્રેવીમાં ડૂબતાની સાથે જ વધારાનું તેલ તેના પર થીજીને ચોંટી જાય છે અને આ બરફના ગોળાને બહાર કાઢીને વધારાના તેલની પરત તારવી લેવાય છે.

બરફને કારણે ચરબીના પાર્ટીકલ ઠંડા થઈ જાય છે અને તેને ચોંટી જાય છે. ત્યારબાદ તેલ સરળતાથી દૂર કરી શકાય છે. જ્યારે પણ કોઈપણ શાકમાં વધુ તેલ તરતું દેખાય ત્યારે આ ટ્રિકનો ઉપયોગ કરી શકાય છે.



સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ વીડિયોને 2.1 લાખ કુલ વ્યુ, 7220 લાઈક અને અઢળક કમેન્ટ્સ મળી છે. કેટલાક યુઝર્સ વીડિયોમાં બતાવેલી ટ્રિક સાથે સહમત છે, જ્યારે કેટલાક યુઝર્સ તેને નકામી ટ્રીક ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-હનીમૂન દરમિયાન પતિ જ્યારે રૂમની બહાર હતો ત્યારે પત્ની વેઈટર સાથે શાવર લઈ રહી હતી

યુઝર્સ તરફથી કૉમેન્ટ્સનો વરસાદ
વીડિયો જોયા બાદ એક યુઝરે તેને ખૂબ ઉપયોગી ટ્રિક ગણાવી છે. તો એક યુઝરે લખ્યું છે કે, આવું કરવાથી તેલ દૂર નથી થતું, પાણી ઉમેરાય છે. રસાવાળા શાકમાં તેલ સોડમ ઉમેરે છે. જો તમે તેલ ન ખાવા માંગતા હોવ તો તે નાખશો જ નહીં. અન્ય એક યુઝરે કહ્યું છે કે, આવું કરવાથી સ્વાદ અને સોડમ મરી જશે.
Published by:ankit patel
First published: