રોગપ્રતિકારક શક્તિ વધારવી છે? આજે જ ખોરાકમાં લો આ વસ્તુઓ, ખૂબ જલ્દી બુસ્ટ થશે Immunity

પ્રતીકાત્મક તસવીર

food for Immunity: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી ધરાવતી વસ્તુઓને રામબાણ માનવામાં આવે છે.

  • Share this:
    દેશમાં કોરોના વાયરસ (Corona virus) ઘણું નુકસાન કરી ચુક્યો છે. હજી પણ સંક્રમણના કેસ આવી રહ્યા છે. આ કેસ રોકવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહીતની સલાહ આપવામાં આવે છે. હવે તો કોરોના સાથે અન્ય બીમારીઓના કેસ પણ વધ્યા છે. ત્યારે તંદુરસ્તી માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ (Immunity Booster) નબળી હોય ત્યારે શરીર સરળતાથી કોઈપણ બીમારીનો ભોગ બની શકે અથવા વાયરસના સંપર્કમાં આવી શકે છે. આ કિસ્સામાં શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે તેવા આહારની (food for Immunity) જરૂર પડે છે. જેથી અહીં રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરતી વસ્તુઓ અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

    એન્ટીઓક્સિડન્ટ ધરાવતા પદાર્થ

    ડુંગળી, લસણ, આદુ, ગાજર અને કોળામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ વસ્તુઓ વિટામિન સી, બી અને ઇથી ભરપૂર હોય છે. તેમનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરને વાયરલ ચેપ સામે લડવામાં મદદ મળે છે.

    તુલસી

    રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તુલસીને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ સવારે તુલસી સાથે 3-4 કાળા મરી અને એક ચમચી મધ મિશ્ર કરી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

    સ્ટાર એનિસ

    સ્ટાર અનિસ એટલે કે ચક્રફૂલમાં શિમિક એસિડ નામનું સંયોજન હોય છે. 15 વર્ષથી તેનો ઉપયોગ છેલ્લા એન્ટિવાયરલ દવાઓનું સંશ્લેષણ કરવા માટે કરવામાં આવે છે. તેમાં અનેક ફાયદાકારક તત્વો હોય છે. થાઈ સૂપ, કરી, શાકભાજી વગેરે બનાવવા માટે સ્ટાર એનીસનો ઉપયોગ મસાલા તરીકે કરી શકાય છે. આ ઉપરાંત તેના બે ટુકડા પાણીમાં 15 સુધી ઉકાળો અને પાણી નવશેકું થાય ત્યારે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

    લાલ કેપ્સિકમ

    લાલ મરચાં પણ આપણી રોગપ્રતિકારક શક્તિવધારવામાં મદદ કરે છે. વિટામિન સી અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તંદુરસ્ત શરીર માટે જરૂરી અનેક પોષકતત્વો તેમાં હોય છે.

    હળદર

    હળદરના ગુણ અંગે ઘણા લોકો જાણે છે. તે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. હળદરમાં કરક્યુમિન નામનું સંયોજન હોય છે. જે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ખોરાકમાં હળદર અને મરીનો નિયમિત ઉપયોગ સ્વાદને વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

    વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ

    રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી ધરાવતી વસ્તુઓને રામબાણ માનવામાં આવે છે. નારંગી, જામફળ, આમળા, બેરી, લીંબુ વગેરેમાં C વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે જ તમે તમારા આહારમાં મોરિંગા, તુલસી, સ્પિરુલેના, લીમડા, ગ્રીન ટી વગેરે જેવી વસ્તુઓ પણ લઈ શકો છો. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

    આ પણ વાંચો - લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

    આદું

    આદું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. તેમાં એન્ટી વાયરલ તત્વો છે. આદું અને વરિયાળી અથવા મધનું એકસાથે સેવન કરવામાં આવે તો વધુ સારું પરિણામ મળી શકે છે.
    First published: