Home /News /lifestyle /

ઝડપથી વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ, ડાયટમાં ઉમેરો કરો આ વસ્તુઓ

ઝડપથી વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ, ડાયટમાં ઉમેરો કરો આ વસ્તુઓ

પ્રતીકાત્મક તસવીર

Food for life: વિટામિન અને મિનરલ્સ માઇક્રોન્યૂટ્રીએન્ટ કહેવાય છે. તેની જરૂરિયાત શરીરમાં દરરોજ 10 ગ્રામથી ઓછી હોય છે

  કોરોના મહામારી (Covid-19) ફેલાયા બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય (Health) પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકો હવે શરીરને બહાર અને અંદર એમ બંને તરફથી સ્વસ્થ રાખવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કોઇ પણ બીમારીથી શરીરને સુરક્ષિત રાખવા માટે વિટામિન (Vitamin) અને મિનરલ (Minerals) મહત્વની ભૂમિકા ભજવે છે. તે હાડકાઓ-સ્નાયુઓ અને ત્વચાના વિકાસમાં, વિવિધ કોશિકાઓને સાજી કરવી અને ઇમ્યુનિટી (Immunity)ને વધારવાનું કામ કરે છે.

  શું છે વિટામિન અને મિનરલ્સ?

  વિટામિન અને મિનરલ્સ માઇક્રોન્યૂટ્રીએન્ટ કહેવાય છે. તેની જરૂરિયાત શરીરમાં દરરોજ 10 ગ્રામથી ઓછી હોય છે. તે વિટામિન 5 – A,B,C,D,E,Kનો પ્રકાર હોય છે. જેમાં વિટામિન બીના 8 ભાગ છે – B1, B2, B3, B5, B6, B7, B9, B12. એટલે કે કુલ 13 વિટામિન થાય છે. હાવર્ડ યુનિવર્સિટી અનુસાર બે પ્રકારના મિનરલ્સની શરીરને જરૂર પડે છે.

  મેજર મિનરલ્સમાં કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને સલ્ફર સામેલ છે.

  ટ્રેસ મિનરલ્સમાં ક્રોમિયમ, સેલેનિયમ, કોપર, ફ્લોરાઇડ, આયોડીન, આયરન, મેંગેનીઝ, સેલેનિયમ અને ઝીંક સામેલ છે.

  તમારે ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરીએન્ટથી બચવા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી આવશ્યક છે. તેના માટે તમે આ વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

  વિટામિન સી

  રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી વધુ ઉપયોગી છે વિટામિન સી. ખાટા ફળો અને લીલા શાકભાજીઓમાં આ વિટામિન જોવા મળે છે. જેમ કે પાલક, દૂધી, બેલ પેપર, સ્પ્રાઉટ, સ્ટ્રોબેરી, પપૈયુ, સંતરા, બ્રોકલી વગેરે. ડોક્ટરની સલાહ વગર વિટામિન સી સપ્લિમેન્ટ ન લેવું જોઇએ.

  વિટામિન એ

  વિટામિન એ શાકાહારી અને માંસાહારી બંને ખાદ્યપદાર્થોમાં મળી રહેશે. માંસ અને દૂધમાં વિટામિન એ પ્રચૂર માત્રામાં હોય છે. જ્યારે લીલા શાકભાજી, ગાજર, શક્કરીયા, પીળા ફળ, ડેરી પ્રોડક્ટ, માછલી વગેરેમાં પણ વિટામિન એ રહેલું હોયું છે.

  વિટામિન ઇ

  વિટામિન ઇ પણ એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને સંક્રમણ સામે લડવાની શક્તિ આપે છે. આ મહત્વપૂર્ણ વિટામિન શરીરની લગભગ 200 બાયોકેમિકલ પ્રતિક્રિયાઓનો મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પણ સમાવેશ થાય છે. બદામ, મગફળી, પીનટ બટર, સરસોના બીજ, સૂર્યમુખીના બીજ, કુસુમનું તેલ, સોયાબીન તેલ, અખરોટ વગેરેમાં વિટામિન ઇ મળી રહે છે.

  વિટામિન ડી

  વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્ય છે. આ સિવાય સેલ્મન ફીશ, ટૂના ફીશ, સાર્ડિન ફીશ, દુધ, સંતરાનો રસ અને અનાજમાંથી પણ વિટામિન ડી મેળવી શકાય છે.

  આ પણ વાંચો - સિઝનલ ફૂડનું સેવન તમારા સ્વાસ્થ માટે છે ફાયદાકારક, જાણો તેના ફાયદા વિશે

  આયર્ન

  આયર્ન શરીરના કોષોમાં ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક તંત્રની ઘણી પ્રક્રિયાઓમાં ભૂમિકા ભજવે છે. શરીરમાં આયર્નની ઉણપ પૂરી કરવા ચિકન, મીટ, બ્રોકલી, દૂધી, અનાજ, કઠોળ વગેરેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

  આ પણ વાંચો - Health News: ખાવામાં 10-12 કલાકનું અંતર રાખવું શરીર માટે ફાયદાકારક, ગંભીર રોગો રહેશે દૂર- અભ્યાસ

  ઝીંક

  ઝીંક આપણા શરીરમાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવા નિયમિત ઝીંક યુક્ત ખોરાકનું સેવન કરવું જોઇએ. લીન મીટ, ઇંડા, દહીં, ચણા, ચિકન, દૂધ, પનીર, કાજૂ, બદામ, મગફળી વગેરેમાં ઝીંક મળી રહે છે.

  સેલેનિયમ

  આ એક ટ્રેસ મિનરલ છે, જેની શરીરને આમ તો વધુ જરૂરિયાત રહેતી નથી. પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિ પર તેની અસર પડે છે. સી ફૂડ (ટૂના, હલિબૂટ, સાર્ડિન), લીન મીટ, ચિકન, ઇંડા, ઓટ્સ, પાલક, મશરૂમ વગેરેમાં સેલેનિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે.
  First published:

  Tags: Diet food, Good Health, Health Tips, Immunity booster, લાઇફ સ્ટાઇલ

  આગામી સમાચાર