1 FOOD જે શરિરની ઇમ્યુનિટી વધારશે અને બીમારીઓ રાખશે દૂર

સ્વાસ્થ્યથી ભરપૂર સીંગમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન રહેવું છે. તેમજ તે શારીરિક વૃદ્ધિ માટે જરૂરી છે.

સ્વાસ્થ્યથી ભરપૂર સીંગમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન રહેવું છે. તેમજ તે શારીરિક વૃદ્ધિ માટે જરૂરી છે.

  • Share this:
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મગફળી એક એવું ફૂડ છે જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. એટલું જ નહીં તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરે છે. જો બદામ મોંઘી લાગતી હોય તો ગરીબોનીબદામ તરીકે લોકપ્રિય મગફળીમાં આપને આ તમામ ગૂણ મળી રહેશે. શરીરને અઢળક ફાયદા આપતી મગફળ ખીસ્સાને પણ પોસાય તેવી છે. સ્વાસ્થ્યથી ભરપૂર સીંગમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. તેમજ તે શારીરિક વૃદ્ધિ માટે જરૂરી છે.

    કબજિયાત
    જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો તમે અઠવાડિયામાં 100 ગ્રામ મગફળી ખાઓ. મગફળીમાં રહેલા તત્વ તમારા પેટથી જોડાયેલી દરેક સમસ્યાઓમાં રાહત આપશે. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે.

    ત્વચા માટે ઉપયોગી
    ઓમેગા 6થી ભરપૂર તમારી ત્વચાને પણ કોમળ અને મુલાયમ રાખે છે. કેટલાક લોકો સીંગની પેસ્ટનો ઉપયોગ ફેસપેક તરીકે પણ કરે છે. તમે તેને પીસીને આ પેસ્ટ તૈયાર કરી શકો છો.

    ઇમ્યુનિટી વધારે છે
    મગફળી ખાવાથી તમારા શરીરને તાકાત મળે છે. તે સિવાય સીંગ પાચનક્રિયાને સારી બનાવે છે. તેનાંથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે.

    ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક
    ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખૂબ ફાયદાકારક હોય છે. જેમા ગર્ભમાં રહેલા બાળકોનો વિકાસ યોગ્ય રીતે થાય છે. સાથે ગર્ભવતી મહિલાઓને પણ તેનાથી તાકાત મળે છે.

    મજબૂત હાડકા
    મગફળીનું દરરોજ સેવન કરવાથી તમારા હાડકા મજબૂત થાય છે. તેમા કેલ્શ્યિમ અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય છે. એવામાં સીંગનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે.
    Published by:Margi Pandya
    First published: