ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ વખતે એક જોક્સના ટ્વીટ પોસ્ટથી ભારે ચર્ચામાં છે. જો તમને ખાવાના ઓર્ડરની સાથે મળતા મસાલાની આદત છે તો આ ટ્વીટ જરૂર તમને હંસાવી શકશે.
મંગળવારે જોમેટો ઇંડિયાએ ટ્વીટર પર એક જોક્સ શેર કર્યો, જે ટૂંક સમયમાં જ વાયરલ બન્યો હતો. જોમેટોએ ટ્વીટ કર્યું કે ''પાપાઃ મારો પુત્ર મોટો થઇને ક્લેક્ટર બનશે, પુત્રઃ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જમા કરનારો ક્લેક્ટર બને છે''
Papa: "Mera beta bada hoke collector banega."
Beta: *becomes a collector of oregano and chilli flakes packets*
અવાર નવાર જોવા મળે છે કે ગ્રાહક ઓર્ડર મળ્યા બાદ બચેલા ચમચી, મસાલો અને ડબ્બા સંભાળી રાખે છે. આ બધાની સહજ આદત હોય છે. આથી આ આદતને અનુસંધાને ઝોમેટોએ આ ટ્વીટ કર્યું હતું.
ઝોમેટોના ટ્વીટ જોક્સે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી, યૂઝર્સ આ જોક્સ પર કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અગાઉ પણ ઝોમેટોએ જુલાઇમાં આ પ્રકારે એક ટ્વીટ કર્યું હતું જેને લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર