Home /News /lifestyle /'દહીં-લસણ'ની દેસી ચટણી ખાવાની આવે છે જોરદાર મજા, નોંધી લો આ રાજસ્થાની રેસિપી

'દહીં-લસણ'ની દેસી ચટણી ખાવાની આવે છે જોરદાર મજા, નોંધી લો આ રાજસ્થાની રેસિપી

આ ચટણી ટેસ્ટમાં મસ્ત બને છે.

Curd and garlic chutney recipe: દહીં અને લસણની ચટણી થાળીમાં કોઇ આપે છે તો ખાવાની મજ્જા પડી જાય છે. દહીં અને લસણની ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે દહીં-લસણની ચટણી ઘરે બનાવો.

વધુ જુઓ ...
Curd and garlic chutney: ગુજરાતીઓ ચટણી ખાવાના શોખીન હોય છે. ચટણી જ્યારે કોઇ થાળીમાં મુકે ત્યારે ખાવાનો સ્વાદ ડબલ થઇ જાય છે. શું તમે ઘરે ક્યારે દહીં-લસણની ચટણી બનાવી છે? આ વાતનો જવાબ ના છે તો તમારે ચોક્કસથી ટ્રાય કરવો જોઇએ. તમને જણાવી દઇએ કે દહીં-લસણની ચટણી ખાવાની બહુ  મજા આવે છે. આ સાથે જ તમે આ ચટણી સરળતાથી ઘરે બનાવી શકો છો. રાજસ્થાની સ્ટાઇલની દહીં-લસણની ચટણી આ રીતે ઘરે બનાવો અને ખાવાની મજા માણો.

સામગ્રી


એક લસણની કળી

બે કપ તાજુ દહીં

આ પણ વાંચો:ડબલ સિઝનમાં ખાઓ આ ઇમ્યુનિટી બુસ્ટ ચટણી

4 થી 5 લીલા મરચા

એક ચમચી રાઇ

બે ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

એક ચમચી લાલ મરચુ

બનાવવાની રીત



  • દહીં-લસણની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક લસણની કળી લો અને લસણ ફોલીને એક ડિશમાં લઇ લો.

  • લસણના નાના-નાના કટકા કરી લો.


આ પણ વાંચો:બાળકો માટે સ્પેશયલ ઘરે બનાવો સોયા ઇડલી



    • હવે લીલા મરચાને ધોઇ લો.

    • મિક્સર જારમાં લીલા મરચા, લસણની કળી અને દહીં મિક્સ કરી લો.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

    • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે રાઇ અને મીઠા લીમડાના પાન નાંખો.

    • પછી આ તેલમાં મિક્સ કરી લો.

    • આ તડકાને ચટણીની ઉપર નાખો.

    • છેલ્લે સ્વાદાનુંસાર મીઠું અને લાલ મરચું નાંખો.

    • દાળ-ભાતની સાથે તમે આ ચટણી ખાઓ છો તો બહુ મજ્જા પડી જાય છે. આ ચટણી તમારા ઘરમાં દરેક લોકોને ખાવી ગમશે.

    • આ ચટણી બનાવો ત્યારે ખાસ કરીને એક ધ્યાન એ રાખો કે તડકો કરતી વખતે તેલ બહુ ગરમ ના થઇ જાય. તેલ વઘારે ગરમ થવાથી ચટણીનો સ્વાદ બગડી જશે અને સ્મેલ આવશે.

    • આ ચટણી તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

    • આ ચટણી તમે તાજી-તાજી બનાવીને ખાઓ છો તો ખાવાની મજ્જા પડી જાય છે.






  • તો તમે પણ મોડુ કર્યા વગર ઘરે બનાવો આ ચટણી અને ખાવાની મજા માણો.

  • તમારા ઘરે કોઇ મહેમાન આવવાનું છે તો તમે આ ચટણી બનાવીને ખવડાવી શકો છો.

First published:

Tags: Life Style News, Recipes