Home /News /lifestyle /પુરી તળતી વખતે ખાસ રાખો આ ધ્યાન: વધારાનું તેલ બધુ ચુસાઇ જશે અને સાંજ સુધી પોચી નહીં પડે
પુરી તળતી વખતે ખાસ રાખો આ ધ્યાન: વધારાનું તેલ બધુ ચુસાઇ જશે અને સાંજ સુધી પોચી નહીં પડે
પુરીના લોટમાં ઘીનું મોણ નાખો.
Cooking tips: ગુજરાતીઓના ઘરોમાં પુરી ખાસ કરીને બનાવવામાં આવે છે. મહેમાન આવે ત્યારે પણ પુરી બનાવવામાં આવતી હોય છે. પરંતુ પુરી બન્યા પછી તેલ વધારે રહી જાય છે અને ખાવાની મજા આવતી નથી.
Cooking tips: ભારતીય લોકોના ઘરોમાં પુરી વધારે બનતી હોય છે. ખાસ કરીને ઘઉંની પુરી બાસુદી, રબડી, શ્રીખંડ જેવી વાનગીઓ સાથે ખાવાની મજા આવે છે. આ સાથે જ આપણાં ઘરે કોઇ મહેમાન આવે ત્યારે આપણે પુરી બનાવતા હોઇએ છીએ. પરંતુ ઘણાં લોકોના મોં પર તમે સાંભળ્યુ હશે કે પુરીમાં તેલ બહુ આવે છે. જો કે આ સમસ્યા અનેક લોકોને થતી હોય છે. આમ, તમે પણ ઘરે પુરી બનાવો ત્યારે તેલ વઘારે લાગે છે તો આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સથી પુરીમાંથી તેલ બધુ ચુસાઇ જશે અને સાંજ સુધી એવીને એવી જ રહેશે.
તમે જ્યારે પણ પુરી ઘરે બનાવો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં લોટ બાંધવા પર ધ્યાન આપો.
પહેલાં તો તમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે ખાસ કરીને લોટ હંમેશા થોડો કઠણ બાંધો. ઘણાં લોકો લોટ કઠણ બાંધતા હોતા નથી જેના કારણે પુરી પ્રોપર રીતે ફુલતી નથી અને પછી એમાં તેલ વધારે રહે છે.
પુરીનો જ્યારે તમે લોટ બાંધો ત્યારે ખાસ કરીને મોણ માટે ઘી નાંખો. ઘી નાખવાથી પુરીનો ટેસ્ટ સારો આવે છે અને સાથે એમાં સોફ્ટનેસ આવે છે.
ઘીનો મોણ નાખ્યા પછી થોડુ પાણી નાખતા જાવો અને લોટ બાંધી લો. લોટ જ્યારે બંધાઇ જાય ત્યારે એમાંથી તરત જ પુરીઓ તળવાની નથી. પરંતુ આ લોટને ઢાંકીને 30 થી 40 મિનિટ રહેવા દો. એક્સપર્ટ પણ લોટ મુકી રાખવાની સલાહ આપતા હોય છે. લોટ આ રીતે ઢાંકીને મુકી રાખવાથી પુર ક્રિસ્પી બને છે અને સાથે તેલ રહેતુ નથી. આ પુરી ખાવાની મજા આવે છે.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી પુરીને હવે તળવાનો સમય આવી ગયો છે. આ માટે પહેલા કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ તમારે બરાબર ગરમ થવા દેવાનું છે. ખાસ ધ્યાન એ રાખો કે તેલ ઠંડુ થશે તો પુરી પ્રોપર રીતે તળાશે નહીં અને એમાં તેલ વઘારે રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર