Home /News /lifestyle /ડિનરમાં ટ્રાય કરો 'કોકોનટ પનીર' રેસિપી, મિનીટોમાં બની જશે અને ખાવાની મજા આવશે

ડિનરમાં ટ્રાય કરો 'કોકોનટ પનીર' રેસિપી, મિનીટોમાં બની જશે અને ખાવાની મજા આવશે

પનીરની સબ્જી ખાવાની મજા આવે છે.

Coconut paneer recipe: ડિનરમાં શું રસોઇ બનાવવી એને લઇને દરેક લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે. આમ, તમને પણ સાંજે રસોઇ બનાવવામાં પ્રશ્ન થાય છે તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. તો તમે પણ ઘરે બનાવો કોકોનટ પનીર રેસિપી.

Coconut paneer recipe: સામાન્ય રીતે ડિનરમાં રસોઇ બનાવવાનો સૌથી મોટો પ્રોબ્લેમ્સ થતો હોય છે. આમ તમને પણ આવી સમસ્યા થાય છે તો તમે કોકોનટ પનીર બનાવો. કોકોનટ પનીર એક મસ્ત રેસિપી છે. આ વાનગી તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો મજ્જા પડી જશે. કોકોનટ પનીર તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને સાથે ખાવાની પણ જોરદાર મજા આવશે. તો મોડુ કર્યા વગર તમે પણ નોંધી લો આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો કોકોનટ પનીર.

સામગ્રી


250 ગ્રામ પનીર

½ કપ તાજુ ક્રીમ

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો સોજીના ચિલ્લા

½ ચમચી ગરમ મસાલો

½ ચમચી હળદર

5 ચમચી ક્રશ કરેલું નારિયેળ

બે થી ત્રણ ઝીણા સમારેલા ટામેટા

બે ઝીણી સમારેલી ડુંગળી

એક ચમચી આદુ લસણની પેસ્ટ

એક ચમચી જીરું

એક ચમચી લાલ મરચુ

એક ચમચી પનીર મસાલા

ત્રણથી ચાર લીલા મરચા

બે તજના ટુકડા

બે લવિંગ

બેથી ત્રણ ઇલાયચી

આ પણ વાંચો:ગરમીમાં પીઓ આ સ્મૂધી અને એનર્જીથી ભરપૂર રહો

સ્વાદાનુંસાર મીઠું

તેલ

બનાવવાની રીત





    • કોકોનટ પનીર બનાવવા માટે સૌ પ્રથમ પનીરને કટ કરી લો.

    • હવે કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે પનીરના ટુકડાને ફ્રાય કરી લો.

    • હવે પનીરને કાઢીને એક પ્લેટમાં લઇ લો.

    • પછી ગરમ તેલમાં જીરું અને તજના ટુકડા નાંખો.

    • લવિંગ, ઇલાયચી અને લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લો.

    • હવે એક મિનિટ રહીને ડુંગળી નાંખો.

    • ડુંગળી નાખ્યા પછી ટામેટા ફ્રાય કરી લો.

    • ટામેટા નરમ થઇ જાય એટલે હળદર, ગરમ મસાલો અને પનીર નાખીને મિક્સ કરી લો.

    • પછી આમાં ક્રશ કરેલુ નારિયેળ અને લાલ મરચુ નાખીને મિક્સ કરી લો.

    • બેથી ત્રણ મિનિટ રહીને ક્રીમ એડ કરો.






  • પછી આમાં ફ્રાઇડ પનીર, મીઠું અને પાણી નાખો.

  • હવે ગ્રેવીને ઘટ્ટ કરો.

  • છેલ્લે નારિયેળના છીણથી ગાર્નિશ કરો.

First published:

Tags: Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો