Home /News /lifestyle /Navratri Food: મોરૈયામાંથી આ રીતે ઘરે બનાવો ' ફરાળી ઢોકળા, ઉપવાસમાં ખાશો તો સ્ટેમિના રહેશે

Navratri Food: મોરૈયામાંથી આ રીતે ઘરે બનાવો ' ફરાળી ઢોકળા, ઉપવાસમાં ખાશો તો સ્ટેમિના રહેશે

પ્રતિકાત્મક તસવીર.

Farali dhokla recipe: ચૈત્રી નોરતામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં સ્ટેમિના રાખવી ખૂબ જરૂરી છે. સ્ટેમિના શરીરમાં હોય તો તમે આખો દિવસ સરસ રીતે પસાર કરી શકો છો. તો તમે પણ ફરાળી ઢોકળા બનાવો અને ખાવાની મજા માણો.

Farali dhokla recipe: નવરાત્રિ 22 માર્ચના રોજથી શરૂ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં ઘણાં લોકો એક ટાઇમ જમીને બીજા ટાઇમે ફરાળ કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો નોરતા દરમિયાન ખાલી ફરાલ કરતા હોય છે. આ સાથે ઘણાં લોકો ઉપવાસમાં નવ દરમિયાન ખાલી પ્રવાહી પર રહેતા હોય છે. તમે પણ નોરતામાં ઉપવાસમાં કરો છો તો આ રીતે ઘરે ફરાળી ઢોકળા બનાવો અને ખાવાની મજા માણો. તો નોંઘી લો આ રીત.

સામગ્રી


એક બાઉલ મોરૈયાનો લોટ

એક બાઉલ સાબુદાણા

આ પણ વાંચો:આ રીતે રેસ્ટોરન્ટમાં બને છે હરા ભરા કબાબ

એક બાઉલ દહીં

બે ચમચી પીસેલું જીરું

એક ચમચી જીરું

10 થી 12 મીઠા લીમડાના પાન

એક ચમચી પિસેલા લીલા મરચા

ચપટી બેકિંગ સોડા

અડધો બાઉલ ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત



  • ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મોરૈયા લો અને એને મિક્સરમાં ક્રશ કરી લો.

  • ક્રશ કરેલા લોટને એક બાઉલમાં લઇ લો.

  • આ સાથે સાબુદાણાને એક કઢાઇમાં લો અને એકથી બે મિનિટ માટે આછો શેકી લો.


આ પણ વાંચો:વિડીયોમાં જોઇને ઘરે બનાવો ક્રિમી કોલ્ડ કોફી



    • સાબુદાણાને અધકચરા પીસી લો.

    • હવે મોરૈયાનો લોટ અને સાબુદાણાને ભેગા કરી લો.

    • પછી એક બાઉલમાં લઇ લો.

    • આમાં એક ચમચી ઝીણાં સમારેલા લીલા મરચા, આદુ, દહીં અને સિંધવ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

    • હવે આ મિશ્રણમાં થોડુ પાણી નાખીને બેટર તૈયાર કરી લો.

    • આ ખીરું તમારે ઇડલી જેવું રાખવુ જેથી કરીને ઢોકળા સરસ સોફ્ટ થાય.

    • ખીરું તૈયાર થઇ જાય પછી 20 મિનિટ માટે સેટ થવા દો.

    • ઢોકળાનું કુકર લો અને એમાં થોડુ પાણી મુકીને ગેસ પર ગરમ કરવા માટે મુકો.

    • ઢોકળીયાની થાળી લો અને એને તેલથી ગ્રીસ કરી લો.

    • પછી આ થાળીમાં ખીરું પાથરી લો.

    • હવે 15 થી 20 મિનિટ રહીને ગેસ બંધ કરી દો.

    • આ ઢોકળાને વઘારવા માટે તમે બે ચમચી એક પેનમાં તેલ લો.

    • આ તેલમાં લીલા મરચા, જીરું, મીઠા લીમડાના પાન નાંખો.

    • વઘાર થઇ જાય એટલે ઢોકળા પર પાથરી દો.






  • તો તૈયાર છે ફરાળી ઢોકળા.

  • આ ઢોકળા તમને ગમે એ શેપમાં તમે કટ કરી શકો છો.

  • તો તમે પણ આ ફરાળી ઢોકળા ઘરે બનાવો અને ખાવાની મજા માણો.

First published:

Tags: Chaitra navratri, Farali recipe, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો