Home /News /lifestyle /સાબુદાણાની ખીચડી કરતા બોલ્સ ખાવાની મજા આવે છે: ઉપવાસ માટે પરફેક્ટ રેસિપી છે, આ રીતે ઘરે બનાવો

સાબુદાણાની ખીચડી કરતા બોલ્સ ખાવાની મજા આવે છે: ઉપવાસ માટે પરફેક્ટ રેસિપી છે, આ રીતે ઘરે બનાવો

અનેક લોકો ઉપવાસ કરતા હોય છે.

sabudana balls recipe: ચૈત્રી નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં ખાવા માટે લોકો જાતજાતની ફરાળી વાનગીઓ બનાવતા હોય છે. તો તમે પણ ઘરે બનાવો સાબુદાણાના બોલ્સ અને ખાવાની મજા માણો.

Sabudana balls recipe: હાલમા ચૈત્રિ નવરાત્રિ શરૂ છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ દિવસોમાં ફરાળ કરવામાં આવે છે. ફરાળમાં દરરોજ શું બનાવવુ એ પણ એક પ્રશ્ન થતો હોય છે. આમ, તમે સાબુદાણાની ખીચડી તો અનેક વાર ખાધી હશે પરંતુ આ વખતે તમે ઘરે બનાવો સાબુદાણાના બોલ્સ. બોલ્સ ખાવાની બહુ મજા આવે છે. આ ટેસ્ટી રેસિપી બાળક પણ પેટ ભરીને ખાઇ લે છે. તો નોંધી લો આ રેસિપી અને ફટાફટ ઘરે બનાવો સાબુદાણાના બોલ્સ.

સામગ્રી


એક કપ સાબુદાણાનો પાવડર

અડધો કપ સિંગ

3 થી 4 બાફેલા બટાકા

આ પણ વાંચો:આ રીતે પુરી તળશો તો જરા પણ તેલ નહીં રહે

અડધી ચમચી કાળા મરીનો પાવડર

એક લીલુ મરચુ

ઝીણી સમારેલી કોથમીર

તળવા માટે તેલ

જરૂર મુજબ સિંધાલુ મીઠું

બનાવવાની રીત



  • સાબુદાણાના બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો અને પછી એની છાલ કાઢીને મેશ કરી લો.

  • એક બાઉલમાં આ બટાકા લઇ લો.

  • પછી સિંગદાણાને કડાઇમાં ધીમા ગેસ પર શેકી લો.


આ પણ વાંચો:રાગીના ઉત્તપમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે



    • આ સિંગને ઠંડી થવા દો.

    • સિંગ ઠંડી થઇ જાય છે એટલે અધકચરી મિક્સરમાં પીસી લો.

    • પછી સાબુદાણાને મિક્સરમાં નાખીને પીસીને પાવડર તૈયાર કરી લો.

    • આ પાવડરને એક બાઉલમાં લઇ લો.

    • સાબુદાણાનો પાવડર, બટાકા અને મગફળીને એક બાઉલમાં લઇ લો.

    • આમાં સ્વાદાનુંસાર સિંધાલુ મીઠુ, કાળા મરીનો પાવડર, કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.

    • આ તૈયાર મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ વાળી લો.

    • આ બોલ્સને એક પ્લેટમાં લઇ લો.

    • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે સાબુદાણાન બોલ્સ નાખીને ફ્રાય કરી લો.

    • આછા બ્રાઉન રંગના થાય એટલે પ્લેટમાં લઇ લો.

    • આ બોલ્સમાં તેલ વધારે લાગે છે તો તમે ટિશ્યુ પેપરમાં લઇ લો. આમ કરવાથી તેલ બધુ ચુસાઇ જશે.






  • તો તૈયાર છે સાબુદાણાના બોલ્સ.

  • આ બોલ્સની સાથે તમે ચટણી ખાઓ છો તો ટેસ્ટી લાગે છે.

  • આ બોલ્સ ખાવાથી આખો દિવસ સ્ટેમિના રહે છે અને સાથે ટેસ્ટી હોવાથી ખાવાની પણ મજા આવે છે.

First published:

Tags: Farali recipe, Healthy Foods, Life Style News, Recipes, Tasty Recipe