Home /News /lifestyle /Navratri Food: ઉપવાસમાં ખાઓ મખાના ચાટ, દહીં..આમલીની ચટણી ખાસ આ રીતે એડ કરો

Navratri Food: ઉપવાસમાં ખાઓ મખાના ચાટ, દહીં..આમલીની ચટણી ખાસ આ રીતે એડ કરો

આ ચાટ ખાવાની મજા આવે છે.(પ્રતિકાત્મક તસવીર)

Makhana chaat recipe: મખાના ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. મખાનામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. નવરાત્રિમાં તમે ઉપવાસ કરો છો તો આ રીતે મખાના ચાટ બનાવો અને ખાઓ. આખો દિવસ સ્ટેમિના રહેશે.

Makhana chaat recipe: મખાનાના હેલ્થ બેનિફિટ્સ વિશે તમે જાણો છો? એક અહેવાર અનુસાર દરેક લોકો દરરોજ એક મુઠ્ઠી મખાના ખાવા જોઇએ. મખાના હેલ્થની સાથે-સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે. મખાનાનું સેવન તમે પ્રોપર રીતે કરો છો તો અનેક રીતે ગુણકારી સાબિત થાય છે. તો આજે અમે તમને મખાનામાંથી એક મસ્ત રેસિપી બનાવતા શીખવાડીશું..જે છે મખાના ચાટ. મખાના ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. આ ચાટ તમે ઝડપથી ઘરે બનાવી શકો છો. ઘરે કોઇ મહેમાન આવે છે અને તમે આ ચાટ બનાવો છો તો તમારા લોકો વખાણ કરતા થઇ જશે. આ ચાટ તમે ચૈત્રી નોરતાના ઉપવાસમાં પણ ખાઇ શકો છો. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો મખાના ચાટ.

સામગ્રી


બે કપ મખાના

જરૂર મુજબ દહીં

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ફરાળી ઢોકળા

બે બાફેલા બટાકા

બે ટામેટા

અડધી ખીરા કાકડી

અડધી ચમચી કાળા મરીનો પાવડર

ઝીણી સમારેલી કોથમીર

બે ચમચી આમલીની ચટણી

એક ચમચી લીંબુનો રસ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • મખાના ચાટ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને નાના-નાના કટકા કરી લો.

  • પછી ટામેટા, કોથમીરને ઝીણી સમારી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ફૂદીનાની કચોરી



    • એક કઢાઇ લો અને એમાં મખાના નાંખીને રોસ્ટ કરી લો.

    • આ મખાનાને એક પ્લેટમાં લઇ લો.

    • પછી ઠંડા કરીને કરીને બે ટુકડામાં કટ કરી લો.

    • એક બાઉલ લો અને એમાં મખાના, બટાકા, ટામેટા અને ખીરા એડ કરીને મિક્સ કરો.

    • પછી આમાં કા મરીનો પાવડર, આમલીની ચટણી, મીઠું અને લીંબુનો રસ નાંખીને મિક્સ કરો.

    • હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરીને મિક્સ કરી દો.

    • સ્વાદાનુંસાર દહીં નાખો અને સર્વ કરો.

    • આ મખાના ચાટ તમે ઉપવાસમાં પણ ખાઇ શકો છો. આ ચાટ તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની બહુ મજા આવશે.






  • તો તમે પણ મોડુ કર્યા વગર મિનિટોમાં ઘરે બનાવી દો આ ચાટ અને ખાવાની મજા માણો.

  • આ ચાટ તમે મહેમાનોને પણ નાસ્તામાં આપી શકો છો.

First published:

Tags: Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો