Home /News /lifestyle /નવરાત્રિમાં આખો દિવસ એનર્જી રાખવા પીઓ આ પૌષ્ટિક સ્મૂધી, મિનિટોમાં ઘરે બની જશે
નવરાત્રિમાં આખો દિવસ એનર્જી રાખવા પીઓ આ પૌષ્ટિક સ્મૂધી, મિનિટોમાં ઘરે બની જશે
આ સ્મૂધી પીવાથી આખો દિવસ એનર્જી રહે છે.
Special smoothie recipe: નવરાત્રિમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. એક બાજુ ઉપવાસ અને બીજી બાજુ ગરમી..આ સમયે શરીરમાં એનર્જી રાખવી ખૂબ જરૂરી છે. આમ તમે આ ઉપવાસમાં એનર્જી બનાવી રાખવા ઘરે બનાવો આ સ્મૂધી..
Smoothie recipe: ચૈત્રી નવરાત્રિનો આજે છઠ્ઠું નોરતુ છે. આ દિવસોમાં ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવે છે અને સાથે અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ દિવસોમાં ઉપવાસ કરવાને કારણે શરીરમાં થાક ભરાઇ જાય છે. આ માટે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવુ ખૂબ જરૂરી છે. નવરાત્રિ સ્મૂધીની રેસિપી ન્યૂટ્રિશનિસ્ટ તન્વી ગુલાટીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેસિપી શેર કરી છે. નવરાત્રિમાં મખાના, ઘી, કિશમિશ, સિડ્સ, નટ્સનું સેવન તમે કરી શકો છો. આ દરેક વસ્તુઓને મિક્સ કરીને સ્પેશયલ સ્મૂધી રેસિપી બનાવવામાં આવી છે. તો તમે પણ ઘરે બનાવો આ સ્મૂધી..