Home /News /lifestyle /Chaitra Navratri 2023 Recipe: ફરાળી અને ચટાકેદાર ‘આલુ પેટિસ’ બનાવવા નોંધી લો આ રેસિપી, આખો દિવસ પેટ ભરેલુ રહેશે

Chaitra Navratri 2023 Recipe: ફરાળી અને ચટાકેદાર ‘આલુ પેટિસ’ બનાવવા નોંધી લો આ રેસિપી, આખો દિવસ પેટ ભરેલુ રહેશે

આ પેટિસ ખાવાની મજા આવે છે.

Farali aloo patties recipe: આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ છે ત્યાં અનેક લોકો આ દિવસોમાં ઉપવાસ કરતા હોય છે. આ દિવસોમાં તમે પણ ઉપવાસ કરો છો તો ફરાળી આલુ પેટિસ ખાઓ. ફરાળી આલુ પેટિસ ખાવાથી આખો દિવસ પેટ ભરેલુ રહે છે.

Aloo petties recipe: આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. આ શુભ દિવસોમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસમાં સ્ટેમિના જાળવી રાખવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ઉપવાસમાં તમે કોઇ એવી વાનગી ખાઓ જેનાથી તમારામાં આખો દિવસ સ્ટેમિના રહે. તો આજે અમે તમારી માટે એક મસ્ત ડિશ લઇને આવ્યા છીએ જે છે ફરાળી આલુ પેટિસ. ફરાળી આલુ પેટિસ એક એવી રેસિપી છે જે ખાવાની મજા આવે છે અને સાથે-સાથે હેલ્થ માટે પણ અનેક રીતે ગુણકારી છે. તો આ રીતે બનાવો ઘરે.

સામગ્રી


500 ગ્રામ બટાકા

એક બાઉલ શિંગોડાનો લોટ

અડધો કપ દહીં

4 લીલા મરચા

આ પણ વાંચો:બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા રાગીના ઉત્તપમ ઘરે બનાવો

ઝીણી સમારેલી કોથમીર

એક નાનો ટુકડો આદુ

અડધી ચમચી જીરું

સ્વાદાનુંસાર સિંધાલ મીઠું

સુકા મેવા

બનાવવાની રીત



  • ફરાળી આલુ પેટિસ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.

  • પછી બટાકાની છાલ કાઢી લો.

  • આ બટાકાને એક પ્લેટમાં લઇને મેશ કરી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો તંદુરી પનીર રોલ



    • પછી આમાં લીલા મરચા, કોથમીરને ઝીણા સમારીને નાખીને મિક્સ કરી દો.

    • ક્રશ કરેલુ આદુ એડ કરો.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો.

    • આમાં જીરું નાખીને મિક્સ કરો.

    • પછી શિંગોડાનો લોટ મિક્સ કરો.

    • એક મિનિટ માટે આ બધુ જ બરાબર મિક્સ કરો.

    • આ મિશ્રણને બરાબર લઇને બોલ્સ તૈયાર કરો.

    • તમે ઇચ્છો છો એમ પેટિસને આકાર આપી શકો છો.

    • આ પેટિસને એક પ્લેટમાં મુકી દો.

    • એક નોનસ્ટિક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે પેટિસ નાખીને ફ્રાય કરી લો.

    • પેટિસને બન્ને સાઇડ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

    • આ રીતે બધી જ પેટિસ ફ્રાય કરી લો.

    • તો તૈયાર છે પેટિસ.






  • આ પેટિસને તમે દહીં તેમજ આમલીની ચટણી સાથે ખાઓ છો મજ્જા પડી જાય છે.

  • આ પેટિસ તમે બપોરે તેમજ સાંજના સમયે ખાઇ શકો છો.

  • તો મોડુ કર્યા વગર તમે પણ ઉપવાસમાં ઘરે બનાવો આ પેટિસ.

First published:

Tags: Farali recipe, Life Style News, Potato Recipes, Recipes