Home /News /lifestyle /બાળકો બ્રોકલી ખાતા નથી? તો આ રીતે બનાવો ક્રિસ્પી પકોડા, જોઇ લો વિડીયોમાં Recipe
બાળકો બ્રોકલી ખાતા નથી? તો આ રીતે બનાવો ક્રિસ્પી પકોડા, જોઇ લો વિડીયોમાં Recipe
આ પકોડા ખાવાની મજા આવે છે. (Image: Canva)
Broccoli fritters recipe: બ્રોકલી અનેક ગુણોથી ભરપૂર હોય છે. બ્રોકલી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ, મોટાભાગના બાળકો બ્રોકલી ખાતા હોતા નથી, પરંતુ તમે બ્રોકલીમાંથી આ રીતે પકોડા બનાવીને ખવડાવો છો તો એ પેટ ભરીને ખાશે અને મજા આવશે.
Broccoli fritters recipe: સામાન્ય રીતે બાળકો ખાવામાં વઘારે નખરા કરતા હોય છે. પેરેન્ટ્સને હંમેશા પોતાના બાળકોની ચિંતા રહેતી હોય છે. ખાસ કરીને ખાવા-પીવાની બાબતની ચિંતા વધારે થતી હોય છે. આમ વાત કરવામાં આવે તો બાળકોને ખાસ કરીને જંક ફૂડ, પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ તેમજ બીજા કોઇ ફૂડ્સ ખાવા માટે આપે તો મોં પર સ્માઇલ આવી જાય છે. પરંતુ બાળકોને અલગ-અલગ પ્રકારની શાકભાજી ખવડાવવી ખૂબ જરૂરી છે.
ડોક્ટર્સ અનુસાર દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને બ્રોકલી ખવડાવવી જોઇએ. પરંતુ મોટાભાગના બાળકો બ્રોકલી ખાતા હોતા નથી. તો તમે પણ બ્રોકલીમાંથી આ રીતે પકોડા બનાવો અને ખવડાવવો. આ રેસિપી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (thewhiskaddict) પરથી છે. તો તમે પણ વિડીયોમાં જોઇને ફટાફટ ઘરે બનાવો બ્રોકલી પકોડા.