Home /News /lifestyle /બુંદી રાયતાની સિક્રેટ ટિપ્સ: આ રીતે ઘરે બનાવશો તો પોચી નહીં પડે અને હોટલ જેવી ક્રિસ્પી બનશે

બુંદી રાયતાની સિક્રેટ ટિપ્સ: આ રીતે ઘરે બનાવશો તો પોચી નહીં પડે અને હોટલ જેવી ક્રિસ્પી બનશે

બુંદીનું રાયતુ ખાવાની મજા આવે છે.

Boondi raita recipe: બુંદી રાયતુ ખાવાની બહુ મજા આવે છે. તમે આ રીતે ઘરે બુંદીનું રાયતુ બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને સાથે ખાવાની મજ્જા પડી જાય છે. આ સિક્રેટ રીતથી બનાવશો તો ક્રિસ્પી બનશે.

Boondi raita recipe: બુંદી રાયતુ ખાવાની બહુ જ મજા છે. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે બુંદી રાયતુ જ્યારે ઘરે બનાવીએ ત્યારે બુંદી પોચી પડે જાય છે અને ખાવાની મજા આવતી નથી. આમ, તમને ખ્યાલ હશે કે બુંદી રાયતુ તમે રેસ્ટોરન્ટમાં ખાઓ છો તો એ ક્રિસ્પી હશે જેના કારણે તમને ખાવાની મજા આવે છે. તમે આ રીતે બુંદી રાયતુ ઘરે બનાવશો તો ખાવાની મજા આવશે. આ સાથે જ મોંમા સ્વાદ રહી જશે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો બુંદી રાયતું.

સામગ્રી


બુંદી માટે

બે કપ બેસન

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો સોજીના ચિલ્લા

¼ ચમચી મીઠું

એક કપ પાણી

તળવા માટે તેલ

રાયતુ બનાવવા માટે

એક કપ દહીં

¼ જીરું પાવડર

¼ ચમચી લાલ મરચુ

બે ચમચી ધાણાજીરું

એક કપ ગરમ પાણી

¼ ચમચી મીઠું

બનાવવાની રીત



  • બુંદી રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો અને એમાં ચણાનો લોટ લો.

  • પછી આ લોટમાં મીઠું નાંખો અને થોડુ-થોડુ કરીને પાણી નાખતા જાવો.


આ પણ વાંચો:ગરમીમાં પીઓ આ સ્મૂધી અને એનર્જીથી ભરપૂર રહો





      • આમ કરીને બેટર તૈયાર કરી લો.

      • હવે આ બેટરને બરાબર ફેંટીને સ્મૂધ કરી લો.

      • બે મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

      • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે બુંદી પાડવાનો ઝારો લો અને એમાં ઉપર બેટર મુકીને તેલમાં પાડો.

      • બુંદી ક્રિસ્પી થઇ જાય એટલે એક બાઉલમાં કાઢી લો.

      • તો તૈયાર છે બુંદી.

      • હવે બુંદીને એક કપ ગરમ પાણીમાં 10 મિનિટ રાખી મુકો.

      • પછી બે હાથથી દબાવીને બુંદીમાંથી પાણીમાં કાઢી લો.

      • એક કપમાં દહીં ફેંટી લો.

      • આ દહીંમાં જીરુ, લાલ મરચુ અને સ્વાદાનુંસાર મીઠું નાખીને મિક્સ કરી લો.

      • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

      • હવે પલાળેલી બુંદીને દહીંમાં નાખો..





  • કોથમીરથી ઉપર ગાર્નિશ કરો.

  • તો તૈયાર છે સ્વાદથી ભરપૂર બુંદી રાયતુ.

  • બુંદી રાયતુ તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને સાથે ખાવાની મજા આવશે.

First published:

Tags: Curd, Life Style News, Recipes