Home /News /lifestyle /બેપડી રોટલી આ રીતથી બનાવો, ઉખેડવામાં કોઇ તકલીફ નહીં પડે અને આખી મસ્ત રહેશે

બેપડી રોટલી આ રીતથી બનાવો, ઉખેડવામાં કોઇ તકલીફ નહીં પડે અને આખી મસ્ત રહેશે

બેપડી રોટલી અને રસ ખાવાની મજા આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

Bepadi or padvali rotli recipe: બેપડી રોટલી અને રસ ખાવાની બહુ મજા આવે છે. બેપડી રોટલી બનાવતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે પડ બરાબર છૂટ્ટુ પડતુ નથી અને ખાવાની મજા આવતી નથી. આમ તમે આ રીતે ઘરે બનાવશો તો મસ્ત બનશે અને પડ પણ છૂટા પડશે.

વધુ જુઓ ...
Bepadi Roti Recipe: ગરમીમાં રસ સાથે ખાવા માટે બેપડી રોટલી બનાવવામાં આવે છે. ઘણાં લોકો આ રોટલીને બે પડવાળી રોટલી પણ કહેતા હોય છે. આ સાથે અનેક લોકો બેપડી રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરીને ગરમીમાં રસ સાથે ખાવામાં આવે છે. આ રોટલી બનાવવાની પણ એક કળા હોય છે. આ રોટલી બનાવતી વખતે તમે ધ્યાન રાખતા નથી તો એ ચોંટી જાય છે અને બરાબર ઉખડતી નથી. બેપડી રોટલી બરાબર ના ઉખડે તો ખાવાની મજા આવતી નથી. ઘણાં લોકોથી બે પડવાળી રોટલી બરાબર બનતી હોતી નથી. આમ, તમારી સાથે પણ આવું થાય છે તો આ રીત નોંધી લો અને ઘરે બનાવો બેપડી રોટલી.

સામગ્રી


બે કપ ઘઉંનો લોટ

એક મોટી ચમચી તેલ

સ્વાદાનુંસાર મીઠું

આ પણ વાંચો:હોટલ જેવું પનીર લબાબદાર બનાવવા નોંધી લો રીત

અડધી ચમચી  ઘી

બનાવવાની રીત



  • બેપડી રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં ઘઉંનો લોટ લો.

  • આ ઘઉંના લોટમાં ઘી અને તેલનું મોણ નાખો.

  • આ લોટમાં સ્વાદનુંસાર મીઠું નાખો.

  • હવે લોટને મિક્સ કરો.

  • પાણી નાખતા જાવો અને લોટ બાંધો. એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે લોટ કઠણ બાંધવાનો નથી. લોટ તમે કઠણ બાંધશો તો રોટલી પોચી નહીં બને અને બરાબર ઉખડશે પણ નહીં.

  • લોટ બંધાઇ જાય એટલે થોડુ-થોડુ તેલ લગાવો. આ સિક્રેટ ટિપ્સ છે. તમે લોટ પર તેલ લગાવશો તો ગરમીમાં સુકાઇ નહીં જાય. તમને ધ્યાન હશે કે ગરમીમાં લોટ વધારે સુકાઇ જતો હોય છે.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો કાંજી વડા



    • હવે તેલ લગાવીને લોટને 20 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

    • 20 મિનિટ પછી લોટના નાના-નાના લુઆ કરો.

    • આ લુઆ તમારે બેકી સંખ્યામાં કરવાના રહેશે. આ લુઆ તમારે બે લેવાના રહેશે.

    • બે લુઆ લો અને એમાં એક બાજુ તેલ અને અટામણ લગાવો.

    • હવે આ લુઆને ચારેબાજુથી પ્રેશ કરીને રોટલી વણો.

    • તવી ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે ગેસની ફ્લેમ મિડીયમ કરો અને રોટલી મુકો.






  • બન્ને બાજુથી રોટલીને થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.

  • પ્લેટમાં રોટલી લઇ લો પછી થપથપાવો અને ધીરેથી બન્ને રોટલીને છૂટી પાડો. એકદમ ગરમ છૂટી પાડશો તો નહીં પડે.

  • બેપડી રોટલી છૂટ્ટી પડી જાય એટલે ઘી લગાવો.

  • તો તૈયાર છે બેપડી રોટલી.

First published:

Tags: Kesar mango, Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો