Home /News /lifestyle /આ સૂકી ચટણી ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી, માત્ર 10 મિનિટમાં ઘરે બનાવવા નોંધી લો રીત

આ સૂકી ચટણી ખાવાથી હાર્ટ રહે છે હેલ્ધી, માત્ર 10 મિનિટમાં ઘરે બનાવવા નોંધી લો રીત

આ ચટણી હેલ્થ માટે ફાયદાકારક છે.

Alsi til chutney recipe: અળસી તલની ચટણી હાર્ટ માટે હેલ્ધી સાબિત થાય છે. આ ચટણી તમે રેગ્યુલર ખાઓ છો તો હાર્ટ હેલ્ધી રહે છે અને સાથે સ્કિનને પણ અનેક ઘણો ફાયદો થાય છે. તો તમે પણ મોડુ કર્યા વગર જલદી નોંધી લો આ રેસિપી.

Alsi til chutney recipe: અળસી અને તલનું સેવન શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસી-તલની ચટણીનું સેવન તમે રેગ્યુલર કરો છો તો હાર્ટ હેલ્ધી રહે છે અને સાથે સ્કિનને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અળસી-તલની સૂકી આ ચટણી તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને સાથે ખાવાની મજા આવે છે. આ ચટણી  ટેસ્ટી હોવાની સાથે-સાથે હેલ્ધી પણ છે. તો તમે પણ ઘરે આ રીતે બનાવો અળસી-તલની ચટણી..

સામગ્રી


અડધો કપ અળસીના બી

બે ચમચી તલ

અડધો કપ છીણેલું નારિયેળ

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો પાલક પનીર ભુર્જી

ચાર ચમચી વરિયાળી

½ કપ લીમડાના પાન

એક ચમચી કાળા મરી

બે ચમચી જીરું

3 થી 4 સિંગદાણા

ચપટી હિંગ

બે ચમચી કાળુ મીઠું

અડધી ચમચી સાદુ મીઠું

બનાવવાની રીત



  • સ્વાદથી ભરપૂર અળસી-તલની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં અળસીને શેકી લો.


આ પણ વાંચો:આ પરફેક્ટ માપથી ઘરે બનાવો આચાર મસાલો



    • પછી અળસીને ફુલી જાય એટલે એક બાઉલમાં લઇ લો.

    • એક કડાઇમાં મીઠા લીમડાના પાન શેકી લો.

    • આ લીમડાના પાનને એક બાઉલમાં લઇ લો.

    • એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે વરિયાળી, આખા લાલ મરચા અને જીરું નાખો.

    • મિક્સર બાઉલમાં આ બધી જ વસ્તુઓને ક્રશ કરી લો.

    • આ પીસેલા મસાલાને એક પ્લેટમાં લઇ લો.

    • પછી નારિયેળની છીણને એક કડાઇમાં લો અને શેકી લો.

    • આ નારિયેળની છીણને એક બાઉલમાં લઇ લો.

    • કડાઇમાં મગફળી અને કાળા મરી નાખીને શેકી લો.

    • આ સામગ્રીઓને મિક્સર બાઉલમાં ક્રશ કરી લો.

    • આમાં સ્વાદાનુંસાર મીઠું અને હિંગ નાખીને પીસી લો.

    • આ બધી જ વસ્તુઓને એક પ્લેટમાં લઇ લો.

    • તો તૈયાર છે અળસી-તલની ચટણી.






  • આ ચટણીને એર ટાઇટ ડબ્બામાં ભરી લો.

  • આ ચટણી તમે દરરોજ ખાઓ છો તો હાર્ટ માટે સૌથી બેસ્ટ છે અને ખાવામાં હેલ્ધી હોય છે.

  • તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે બનાવો આ ચટણી અને ખાવાની મજા માણો.  આ ચટણી ખાવાથી નળીઓ ૂબ્લોક થતી નથી.

First published:

Tags: Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો