Home /News /lifestyle /Pickle Masala Recipe: અથાણાંને ટેસ્ટી બનાવે છે ‘આચાર મસાલો’, ઘરે બનાવો અને આ રીતે સ્ટોર કરો

Pickle Masala Recipe: અથાણાંને ટેસ્ટી બનાવે છે ‘આચાર મસાલો’, ઘરે બનાવો અને આ રીતે સ્ટોર કરો

બહાર કરતા પણ ઘરે મસ્ત બને છે.

Achar masala recipe: મોટાભાગના લોકો આચાર મસાલો બહારથી લાવતા હોય છે. જો કે આચાર મસાલો મોંઘો પડે છે અને ઘર જેટલો ટેસ્ટી પણ બનતો નથી. આમ તમે આ પ્રોપર માપથી ઘરે ટેસ્ટી આચાર મસાલો બનાવી શકો છો.

Aachari masala recipe: ઘરમાં દાદી-નાનીના હાથનો બનાવેલો અચારી મસાલો કંઇક અલગ જ હોય છે. બજારમાં તૈયાર મળતો અચાર મસાલો તમે લાવો છો એના કરતા ઘરે જ બનાવો છો તો અથાણાંનો ટેસ્ટ મસ્ત આવે છે. આજે અમે તમને આચાર મસાલાની રેસિપી જણાવીશું. તમે આ રીતે ઘરે આચાર મસાલો બનાવશો અને અથાણાંમાં નાખશો તો બહાર કરતા પણ મસ્ત સ્વાદ આવશે. આ મસાલો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ બહાર કરતા તમને ઘરે સસ્તો પણ પડે છે. તો નોંધી લો આ રેસિપી અને ઘરે બનાવો આચાર મસાલો.

સામગ્રી


200 ગ્રામ મીઠું

60 ગ્રામ વરિયાળી

આ પણ વાંચો:માત્ર 10 મિનિટમાં ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવો

60 ગ્રામ મેથીના દાણાં

30 ગ્રામ સરસોના બીજ

6 ચમચી હળદર

4 ચમચી ચીલી ફ્લેક્સ

4 ચમચી લાલ મરચું

10 ગ્રામ કાળા મરી

એક નાની ચમચી હિંગ

બનાવવાની રીત



  • આચાર મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એને ધીમા ગેસ ગરમ કરવા માટે મુકો.

  • પેન થોડુ ગરમ થઇ જાય એટલે એમાં મેથીના દાણા, પીળી સરસવ અને કાળા મરી નાખીને સામાન્ય રોસ્ટ કરી લો.


આ પણ વાંચો:રાગીના ઉત્તપમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે



    • 3 થી 4 મિનિટમાં આ બધી વસ્તુઓ મસ્ત રીતે રોસ્ટ થઇ જશે.

    • રોસ્ટ કરેલી આ વસ્તુઓને એક પ્લેટમાં લઇ લો.

    • થોડા મસાલા ઠંડા થાય એટલે મિક્સર બાઉલમાં લઇને ક્રશ કરી લો.

    • આ પાવડરને એક ડિશમાં લઇ લો.

    • પછી આમાં મીઠું, હળદર, ચિલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, હિંગ નાખીને આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો.

    • તો તૈયાર છે આચાર મસાલો.

    • આ મસાલો તમે આ પ્રોપર માપથી બનાવશો તો બહુ જ મસ્ત બનશે.

    • આ આચાર મસાલો તમે ખાખરા, થેપલા, ઢેબરા સાથે પણ ખાઓ છો તો મસ્ત લાગે છે.






  • આ આચાર મસાલને તમે ફીટ ઢાંકણ વાળી બોટલમાં સ્ટોર કરી દો. આ બોટલનું ઢાંકણ થોડુ પણ ખુલ્લુ ના રહે એનું ખાસ ધ્યાન રાખજો.

  • આ મસાલાને તમે મરચા, કોબીજ તેમજ ગાજર જેવા અનેક પ્રકારના સલાડ પર નાખી શકો છો.

First published:

Tags: Life Style News, Pickel, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો