Home /News /lifestyle /વેક્સ કરાવતા પહેલા અને પછી ખાસ રાખો આ ધ્યાન, નહીં તો ચામડી અંદરથી ખરાબ થઇ જશે

વેક્સ કરાવતા પહેલા અને પછી ખાસ રાખો આ ધ્યાન, નહીં તો ચામડી અંદરથી ખરાબ થઇ જશે

વેક્સ કરાવો ત્યારે ધ્યાન રાખો

Waxing tips: તમે પણ વેક્સ કરાવો છો તો આ વાત તમારે જાણવી જ રહીં. વેક્સ કરાવતા પહેલા અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે વેક્સ સમયે આ બાબતો પર ધ્યાન આપતા નથી તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગની છોકરીઓ પાર્લરમાં જઇને વેક્સ કરાવતી હોય છે. વેક્સ કરવાથી રૂંવાટી જતી રહે છે અને સાથે સ્કિન પણ ક્લિન થાય છે. ઘણાં લોકો વેક્સની જગ્યાએ હવે ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે. ક્રીમથી પણ તમે રૂંવાટીને કાઢી શકો છો. આ સાથે જ માર્કેટમાં એ ટાઇપના હવે પાવડર પણ મળે છે જેને તમે લગાવીને થોડી વાર માટે રાખો છો તો રૂંવાટી નિકળી જાય છે. પરંતુ વેક્સ કરતા પહેલા અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ધ્યાન રાખતા નથી તો અનેક સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે. તો જાણો વેક્સ કરતા પહેલા અને પછી શું રાખશો ધ્યાન

    પાવડર લગાવો


    વેક્સ કરતા પહેલા તમે તમારી સ્કિન પર પાવડર લગાવી દો. પાવડર લગાવવાથી રૂંવાટી બહુ ખેંચાતી નથી અને સરળતા રહે છે. આ સાથે જ પાવડર લગાવવાથી તમારી સ્કિન લાલ પણ ઓછી થાય છે. આ માટે જ્યારે પણ તમે વેક્સ કરો ત્યારે પાવડર લગાવવાનું રાખો જેથી કરીને પાછળથી સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ ઓછા રહે.

    આ પણ વાંચો: કિડનીમાં પથરી છે? તો આ ઘરેલું ઉપાયો અજમાવો

    વેક્સ બહુ ગરમ ના કરશો


    ઘણાં લોકોની આદત હોય છે કે તેઓ વેક્સને બહુ જ ગરમ કરી લેતા હોય છે. વેક્સ ગરમ કરવાથી તમારી સ્કિન પર અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આ સાથે જ ઘણાં પાર્લરમાં પણ ફટાફટ કરવા માટે વેક્સને બહુ ગરમ કરી લેતા હોય છે.

    આ પણ વાંચો: દૂધની મલાઇ ફેસ પર લગાવવાથી થાય છે આ ફાયદાઓ

    જો તમે પણ આવું કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારે પણ વેક્સને એટલું બધુ ગરમ કરશો નહીં. બહુ ગરમ વેક્સ સ્કિન પર અડે છે તો દઝાય છે અને ત્યાં ડાઘ પડી જાય છે.

    વેક્સ સ્ટ્રીપ્સ બદલતા રહો


    ઘણાં પાર્લરમાં સ્ટ્રીપ બદલતા હોતા નથી. તમારી સાથે પણ આવું થાય છે તો તમે એને કમ્પલેઇન કરો. એકની એક સ્ટ્રીપ્સ વાપરવાથી તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ તમારી સ્કિન પર પાછળથી રેશિઝ પણ થવા લાગે છે. સ્ટ્રીપ ના બદલવાને કારણે તમને રૂંવાટી પણ બહુ ખેંચાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन