Home /News /lifestyle /રોજ ફેસ પર લગાવો આ પેસ્ટ, નવરાત્રીમાં એક પણ દિવસ નહીં થાય ખીલ અને ચહેરો કરશે ગ્લો
રોજ ફેસ પર લગાવો આ પેસ્ટ, નવરાત્રીમાં એક પણ દિવસ નહીં થાય ખીલ અને ચહેરો કરશે ગ્લો
આ છે ખીલ દૂર કરવાના ઉપાયો
Navratri 2022: નવરાત્રીમાં દરેક છોકરીઓ ફેસનું ધ્યાન બહુ જ રાખતી હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે ફેસ પર ખીલ થાય છે ત્યારે છોકરીઓનો મુડ ઓફ થઇ જાય છે. આમ, જો તમે ઇચ્છો છો કે નવરાત્રીમાં તમારો ફેસ એકદમ ક્લિન હોય અને તમારા ફેસ પર ખીલ ના થાય તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવાની મજા કંઇક અલગ જ આવે છે. આ નોરતાં દરમિયાન અનેક લોકો પોતાની સ્કિનની કેર બહુ જ કરતા હોય છે. એમાં પણ ખાસ કરીને છોકરીઓની વાત કરવામાં આવે તો તેઓ ચહેરા પર અનેક ધણું ધ્યાન આપતી હોય છે. આ સમયે છોકરીઓને ચહેરા પર ખીલ થાય છે તો એને જરા પણ ગમતું હોતુ નથી. એક ખીલ થાય તો પણ લોકો એને મટાડવા માટેનો પ્રયાસ કરતી હોય છે. જો કે આ માટે તમે કોઇ દવા પણ લઇ શકતા નથી. દવાથી તમને ખીલ મટતા નથી અને પછી એ વધારે થાય છે. આમ, ખીલ માટે તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો તમને નવરાત્રીના દિવસોમાં ખીલ નહીં થાય અને ચહેરો મસ્ત ગ્લો કરશે.
તજ
તજનો પાવડર તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ચમચી તજનો પાવડર લો અને એમાં અડધી ચમચી મધ નાંખો. ત્યારબાદ આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ વસ્તુને તમારા ખીલ પર લગાવો અને 10 મિનિટ રહીને ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ખીલ બેસી જશે અને ચહરો મસ્ત થઇ જશે.
નવરાત્રીમાં નવ દિવસ તમે રોજ સવારમાં ચહેરા પર એલોવેરા જેલ લગાવો. આ જેલ લગાવવાથી તમને જે ખીલ થયા છે એ બેસી જશે અને સાથે નવા ખીલ પણ થશે નહીં. આ એક ઘરેલું ઉપાય ખીલ માટે સૌથી બેસ્ટ છે.
ચંદનનો પાવડર
ચંદનનો પાવડર સ્કિન માટા સૌથી બેસ્ટ છે. આ માટે તમે ચંદનનો પાવડર એક વાટકીમાં લો અને પછી એમાં થોડુ પાણી નાંખીને પેસ્ટ બનાવી લો. હવે આ ચંદનનો પાવડર તમે ફેસ પર લગાવો અને 5 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ખીલ દૂર થઇ જશે અને તમારો ફેસ પણ મસ્ત ગ્લો કરશે. આ પેસ્ટ તમે રોજ ફેસ પર લગાવો છો તો ખીલ થતા બંધ થઇ જશે.