સિક્સ પેક બનાવવા છે? તો ખાલી કસરત કરવાથી નહીં બને, આહારમાં રાખો આટલું ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

જો તમે કસરતની સાથે ડાયટનો પણ તાલમેલ બેસાડી દો, તો તમને સિક્સ પેક બનાવામાં પણ સફળતા મળશે

 • Share this:
  જીમમાં કસરત કરવા જનારા યુવાનોમાંથી મોટા ભાગના યુવાનો સિક્સ પેક બનાવવાની ઈચ્છા રાખે છે. સિક્સ પેકની ચાહતને પૂરી કરવા તેઓ મોટાભાગનો સમય જીમમાં ગાળે છે. વર્ષો સુધી પરસેવો પાડે છે, છતાં પણ સફળતા હાંસલ થતી નથી. માત્ર કસરતથી સિક્સ પેક બનતા નથી. ડાયટમાં પણ ધ્યાન રાખવું પડે છે. અમુક વસ્તુઓ એવી હોય છે, જે અજાણતા જ ડાયટ પ્લાનમાં નથી હોતી. માટે જો તમે કસરતની સાથે ડાયટનો પણ તાલમેલ બેસાડી દો, તો તમને સિક્સ પેક બનાવામાં પણ સફળતા મળશે. આજે આપણે જાણીશું કે, સિક્સ પેક માટે ડાયટમાં કઈ-કઈ વસ્તુઓ શામેલ કરવી જોઈએ.

  ઈંડા ખાવ

  જે યુવાનોને સિક્સ પેક બનાવવા છે, તેઓએ ભોજનમાં ઈંડા જરૂર લેવા જોઈએ. ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી છે. જો તમે શાકાહારી હોવ તો તમારે પનીર અથવા દાળ જેવો ખોરાક લેવો જોઈએ.

  લીલા શાકભાજી ખાવ

  ઘણા બધા યુવાનોને લીલા શાકભાજી ખાવામાં કોઈ રસ જ નથી. પરંતુ સિક્સ પેક બનાવવા ભોજનમાં લીલા શાકભાજી ઉમેરવા જરૂરી છે. શરીર માટે અતિઆવશ્યક પોષક તત્વો લીલા શાકભાજીમાં હોય છે. જે સિક્સ પેક બનાવવા મદદરૂપ થાય છે.

  આ પણ વાંચો - તીરથ સિંહ રાવત બન્યા ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

  દહીંને ખોરાકમાં સામેલ કરો

  દહીંમાં રહેલા પોષકતત્વો શરીર સુદ્રઢ બનવા મદદરુપ થશે. ફિટનેસ માટે કસરત કરતા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખનાર લોકોએ પણ દહીંને ખોરાકમાં સામેલ કરવો જોઈએ.

  અનાજ ખાવ

  જે યુવાનો લાંબા સમયથી સિક્સ પેક એબ બનાવવા માટે કલાકો સુધી જીમમાં કસરત કરતા હોય, તેઓએ આખું અનાજ ખાવું જોઈએ. ફણગાવેલા અનાજ પણ ખાઈ શકાય.

  ઓટ્સ ખાવ

  પોતાના ભોજનમાં ઓટ્સને પણ સામેલ કરવા જોઈએ. ઈંડા, લીલા શાકભાજી અને દહીંની જેમ ઓટ્સ પણ સિક્સ પેક એબ્સ બનાવવા મદદગાર થશે. આમ તો ઓટસનું સેવન દરેક લોકોએ કરવું જોઈએ.

  કેળાનું સેવન કરો

  સિક્સ પેક બનાવવા ઇચ્છતા લોકોએ કેળાને પોતાની ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. એવા લોકોએ પણ કેળાનું ખાવા જોઈએ, જેઓ પોતાને તંદુરસ્ત રાખવા માંગે છે.

  ભરપૂર પ્રમાણમાં પાણી પીવો

  યુવાનો પાણી વધુ પીવાથી દૂર ભાગે છે. તરસ લાગે તો પાણી પીવાના સ્થાને ઠંડા પીણાં પીવે છે. પરંતુ પાણી પીવું શરીર માટે ખૂબ જ જરૂરી છે. જે લોકો જિમ જાય છે તેમને તો પાણી ખૂબ મોટા પ્રમાણમાં પીવું જોઈએ.

  (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતાઓ ઉપર આધારિત છે. News18 આની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
  Published by:Ashish Goyal
  First published: