શેમ્પુથી વાળ ધોતી વખતે આ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો, અહીં જાણો હેરવોશ કરવાની સાચી રીત

તસવીર- shutterstock.com

Hair care tips: જેમ આપણે આપણી ત્વચાનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે આપણે આપણા વાળની ​​પણ કાળજી રાખવાની જરૂર છે. વાળ (Hair)ને ક્લીન, મુલાયમ અને ચમકદાર બનાવવા લોકો દરરોજ અથવા અઠવાડિયામાં અમુક વાર શેમ્પૂ (Shampoo)થી વાળ ધુએ છે.

 • Share this:
  Hair care tips: જેમ આપણે આપણી ત્વચાનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે આપણે આપણા વાળની ​​પણ કાળજી રાખવાની જરૂર છે. વાળ (Hair)ને ક્લીન, મુલાયમ અને ચમકદાર બનાવવા લોકો દરરોજ અથવા અઠવાડિયામાં અમુક વાર શેમ્પૂ (Shampoo)થી વાળ ધુએ છે. જેના કારણે કેટલાક લોકો વાળ ખરવા કે તૂટવાની સમસ્યાથી પીડાવા લાગે છે. આ સમસ્યા ગંભીર બની જાય તો હેર કેર રૂટિન અનુસર્યા બાદ પણ સમસ્યાથી છુટકારો મળતો નથી. આ સમસ્યા પાછળ શેમ્પૂથી વાળ ધોવાની તમારી પદ્ધતિ પણ જવાબદાર હોય શકે છે. વાળ ધોતી વખતે કરેલી ભૂલ (Mistakes) વાળ તૂટવા કે ખરવાની સમસ્યા ઉભી કરી શકે છે. આજે અહીં શેમ્પુથી વાળ ધોવાની સાચી રીત અપાઈ છે. જેથી વાળ ખરવા કે તૂટવાની તકલીફ ઉભી થશે નહીં.

  આ રીતે કરો શેમ્પુ

  ઘણા લોકો શેમ્પુથી વાળ ધોતી વખતે શેમ્પુ સીધું વાળ પર નાખી દે છે. ત્યારબાદ પાણીનો ઉપયોગ કરે ફોમ બનાવે છે અને વાળને ઘસે છે. આવું કરવાથી નુકસાન થાય છે. શેમ્પુ વાળમાં એક જગ્યાએ જ રહી જાય છે અને વાળને ઘસવાથી તે સરળતાથી તૂટવા કે ખરવા લાગે છે.

  જેથી સાચી રીતે શેમ્પુ કરવું જરૂરી છે. વાળને પહેલા થોડા ભીના કરી નાખો. હવે મગમાં ચોથા ભાગ જેટલું પાણી લઈ તેમાં શેમ્પુ નાખી પાણીમાં વ્યવસ્થિત મિશ્રણ કરી નાખો. હવે તેને વાળ અને સ્કેલ્પ પર લગાવી ફોમ બનાવો. ત્યારબાદ માથાને જોરથી ઘસવાની જગ્યાએ હળવા હાથથી સાફ કરો. આવું કરવાથી શેમ્પુ એક જ જગ્યાએ એકઠું થશે નહીં અને વાળ તૂટવા કે ખરવાની સમસ્યા નડશે નહીં.

  આ પણ વાંચો: Ghum Hai Kisikey Pyaar Meiin: વિરાટના જીવનમાં તૂફાન બનીને આવશે વિરાટ, પત્રલેખાને આપશે છૂટાછેડા!

  આવી રીતે કરો કંડીશનરનો ઉપયોગ

  ઘણા લોકો કંડીશનરનો ઉપયોગ સ્કેલ્પ પર કરે છે. આવું ન કરવું જોઈએ. સ્કેલ્પ પર કંડીશનરનો ઉપયોગ કરવાથી વાળ તૂટવા કે ખરવાની સમસ્યા ઉભી થાય છે. જેથી શેમ્પુ કર્યા બાદ સૌથી પહેલા સાફ પાણીથી માથું ધોઈ નાખો અને ત્યારબાદ કંડીશનરનો ઉપયોગ કરો. કંડીશનરનો ઉપયોગ હંમેશા વાળની લેંથ પર કરવો જોઈએ. વાળના મૂળમાં તેનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. કંડીશનરને હળવા હાથે ઘસીને લગાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ધોઈ નાખો.

  વાળને દરરોજ શેમ્પુથી ન ધુઓ

  ઘણા લોકો દરરોજ શેમ્પુથી વાળ ધુએ છે. આવું ન કરવું જોઈએ. દરરોજ શેમ્પુ કરવાથી વાળનું કુદરતી તેલ ઓછું થઈ જાય છે. પરિણામે વાળ સુકા અને નિર્જીવ થઈ જાય છે અને વાળ તૂટવાની સમસ્યા રહે છે.

  આ પણ વાંચો: ડાંગનો 'વન દેવીનો નેકલેસ' જોયો છે? તસવીરો જોઇને ચોક્કસ આ વીકએન્ડમાં જવાનો બનાવી દેશો પ્લાન

  સલ્ફેડ વાળા શેમ્પુનો ઉપયોગ ટાળો

  મોટાભાગના શેમ્પુ સલ્ફેડ આધારિત હોય છે. જે વાળને નુકસાન કરે છે. જેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. તમારા માટે સલ્ફેડ ફ્રી માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ હિતાવહ રહેશે. તમે હર્બલ અને આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. જેમાં કેમિકલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અથવા સાવ હોતું નથી. જેના કારણે વાળ ખરવા કે તૂટવાની સમસ્યામાં રાહત મળે છે.

  આ પણ વાંચો : Vitamin-C Rich Foods: વિટામીન સી યુક્ત ફળો અને શાકભાજીનું કરો સેવન, ઈમ્યુનિટી થશે સ્ટ્રોંગ

  ડ્રાયરનો ઉપયોગ ના કરશો

  ઘણા લોકો શેમ્પુથી વાળ ધોયા બાદ સુકાવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ સૂકા અને નિર્જીવ થઈ જાય છે. વાળ તૂટવા અને ખરવાની સમસ્યા શરૂ થાય છે. જેથી વાળ કુદરતી રીતે આપોઆપ સુકાય તે જ હિતાવહ છે.

  (Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય માન્યતા પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
  Published by:kuldipsinh barot
  First published: