ચહેરા પર ખીલ-પીમ્પલ્સ કરે છે પરેશાન? આ સરળ રીત અપનાવી મેળવો છુટકારો
ચહેરા પર ખીલ-પીમ્પલ્સ કરે છે પરેશાન? આ સરળ રીત અપનાવી મેળવો છુટકારો
ચહેરાને અઠવાડીયામાં સારી રીતે સ્ક્રબિંગ કરો
ચહેરા પર ખીલ-પીમ્પલ્સની સમસ્યા મહિલા અને પુરુષને સમાન રીતે સતાવે છે. ઉનાળામાં આ સમસ્યા વધી જાય છે. વાતાવરણમાં હ્યુમીડિટી વધી જાય તો સમસ્યા વકરી શકે છે.
લાઈફસ્ટાઈલ : ચહેરા પર ખીલ-પીમ્પલ્સની સમસ્યા મહિલા અને પુરુષને સમાન રીતે સતાવે છે. ઉનાળામાં આ સમસ્યા વધી જાય છે. વાતાવરણમાં હ્યુમીડિટી વધી જાય તો સમસ્યા વકરી શકે છે. ઓઈલી ત્વચા ધરાવતા લોકો વધુ ખીલ પીમ્પલ્સ થાય છે. યુવાનોને આ સમસ્યા ખૂબ તકલીફ આપે છે. ઘણી વખત લોકો જોયા જાણ્યા વગર નુસખાનો પ્રયોગ કરે છે, જેનાથી સમસ્યા વધુ વકરે છે.
સામાન્ય રીતે જ્યારે સ્કિનના છિદ્રો સીબમથી ભરાઈ જાય અને પોર્સ શ્વાસ ન લઈ શકે તેવા કિસ્સમાં આ જગ્યાએ પીમ્પલ્સ થવા લાગે છે. ગરમી, પરસેવો, તડકો અને પ્રદૂષણ મળીને આ સમસ્યાને ટ્રિગર કરે છે. જો તમે પણ આ સમસ્યાઓથી પીડાતા હોવ તો રાહત માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપવામાં આવે છે.
સનસ્ક્રીનનો પ્રયોગ કરો
ઉનાળાની ઋતુમાં જ્યારે પણ બહાર જાઓ ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરો. જો પહેલાથી જ પીમ્પલ્સ હોય તો ડોક્ટરની સલાહ લઈને મેડીકેટેડ સનસ્ક્રીનનો પ્રયોગ કરી શકાય છે. જે તમારી ત્વચાને સનબર્ન અને ખીલથી બચાવી હેલ્ધી રાખશે.
તમારી ત્વચાને હંમેશા ક્લીન રાખો દિવસમાં ઓછામાં ઓછી બે વખત સ્કિનને સારી રીતે ક્લીન કરો. જેનાથી છિદ્રોમાં એકઠા થયેલા ધૂળકણ અને પ્રદુષણ દૂર થશે અને છિદ્રો બ્લોક નહિ થાય.
મોસચર
મોઇશ્ચરાઇઝર જરૂરી
મોઇશ્ચરાઇઝરના ઉપયોગથી ખીલ થતા હોવાની ઘણા લોકોમાં ગેરસમજ છે. જો તમે ખીલથી પીડાતા હોવ તો તમારી સ્કિન ટાઈપ મુજબ મોઇશ્ચરાઇઝર ખરીદી પ્રયોગ કરો. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી કેમિકલ વગરની પ્રોડક્ટના ઉપયોગનો આગ્રહ રાખો. ડરમોટોલિસ્ટની સલાહ મુજબ સારી પ્રોડક્ટ ખરીદી શકો છો.
અઠવાડિયામાં એક દિવસ ચહેરાને સ્ક્રબિંગ કરો. આવું કરવાથી છિદ્રો વધુ સારી રીતે ક્લીન થઈ શકે છે. તેમજ ડેડ સ્કિન દૂર થશે. પરિણામે ત્વચા વધુ સારી રીતે શ્વાસ લઈ શકશે. જેથી પીમ્પલ્સની સમસ્યામાંથી છૂટકારો મળશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર