Home /News /lifestyle /Shopping Tips: ઓનલાઇન શોપિંગ કરતી વખતે ફોલો કરો આ સ્માર્ટ ટિપ્સ, નહીં તો ખાલી થઇ જશે બેન્ક એકાઉન્ટ

Shopping Tips: ઓનલાઇન શોપિંગ કરતી વખતે ફોલો કરો આ સ્માર્ટ ટિપ્સ, નહીં તો ખાલી થઇ જશે બેન્ક એકાઉન્ટ

ઓનલાઇન શોપિંગ

Online shopping tips: ઓનલાઇન શોપિંગ કરતા સમયે તમારે ખાસ કરીને આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો કોઇ દિવસ છેતરાશો નહિં અને તમને તમારી વસ્તુથી સંતોષ પણ થશે.

    મુંબઈ:  દરેક લોકોને શોપિંગ કરવી ગમતી હોય છે. અનેક લોકો તો શોપિંગ કરવાના જોરદાર દિવાના હોય છે. ઘણાં લોકો તો એવા હોય છે જે દર મહિનામાં એક વાર શોપિંગ ના કરે તો એમના જીવને ચેન પડતુ નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ સાથે જ અનેક લોકો એવા હોય છે જેઓ ફુટવેર અને ડ્રેસની શોપિંગ વધુ પ્રમાણમાં કરતા હોય છે જ્યારે ઘણાં લોકોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની સાથે-સાથે ફેવરેટ એસેસરીઝ ખરીદવાનો શોખ હોય છે. જો કે આજકાલ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. ઓનલાઇન શોપિંગમાં વ્યક્તિને સૌથી મોટો ફાયદો એ થાય છે કે, બહારના ધક્કા અને સમય બચી જાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ઓનલાઇન શોપિંગ કરતા સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ખાસ જાણી તમે પણ આ ટિપ્સ વિશે.

    પોપ્યુલર સાઇટ પરથી ખરીદી કરો


    ઘણી વાર સસ્તી વસ્તુઓ જોઇને વ્યક્તિનું મન મોહાઇ જાય છે અને પછી ગમે તે સાઇટ પરથી ઓનલાઇન ખરીદી કરી લે છે. પરંતુ તમને જણાવી દઇએ કે એ જ સાઇટ પરથી શોપિંગ કરો જેમાં તમને ભરોસો હોય. આજકાલ અનેક સાઇટ એવી હોય છે જેમાં તમારી ડિટેલ્સ મળીને બેંકમાંથી પૈસા ખાલી થઇ જાય છે.

    https ચેક કરો


    ઘણાં લોકો અજાણતા જ https અને http માં નોટિસ કરવાનું ભૂલી જાય છે. આમ, તમને જણાવી દઇએ કે httpsમાં ‘S’ સિક્યુરીટ એટલે કે સુરક્ષા ચિન્હ હોય છે. આ માટે હંમેશા https સાઇટ પરથી જ શોપિંગ કરો. આ સિવાય તમે શોપિંગ કરતા સમયે શોપકીપરનો ફોન નંબર અને ઇમેલ એડ્રેસ પણ જરૂર ચેક કરી લો.

    આ પણ વાંચો: મેક અપ કર્યા પછી આ કારણે તમારો ચહેરો લાગે છે ગંદો

    પેમેન્ટ પ્રોસેસ પર ધ્યાન આપો.


    જ્યારે પણ તમે ઓનલાઇન શોપિંગ કરો ત્યારે ખાસ કરીને પેમેન્ટ પર સૌથી પહેલા ધ્યાન આપો. પેમેન્ટ કરવા માટે તમને અનેક ઓપ્શન આપવામાં આવે છે. એવામાં તમે જો માસ્ટરકાર્ડ સિક્યોર કોર્ડનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ પેમેન્ટમાં છેતરાવાનું ઓછુ થાય છે.

    આ પણ વાંચો: મહેંદીમાં મિક્સ કરો આ વસ્તુ, ફટાફટ વધશે ગ્રોથ

    ઓર્ડર ચેક કરો


    ઓનલાઇન શોપિંગમાં ઘણી વાર છેતરપિંડીના કિસ્સાઓ થતા હોય છે. આ માટે તમે જ્યારે પણ શોપિંગ કરો ત્યારે ડિલીવરી થઇ ગયા પછી તમારા ઓર્ડરને સૌથી પહેલા કરી લો અને ડિલીવરી બોયનો ફોટો પાડી લો. આમ કરવાથી જો કોઇ પ્રોબ્લેમ થાય છે તો તમને ફરિયાદ કરતા સમયે કોઇ તકલીફ ના પડે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Online Shopping, Shopping, ઓનલાઇન, લાઇફસ્ટાઇલ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन