Home /News /lifestyle /બ્રા ખરીદો ત્યારે ખાસ ચેક કરી લો આ વસ્તુ, નહીં તો બ્રેસ્ટ કેન્સર...મોટાભાગની છોકરીઓ કરે છે આ ભૂલ

બ્રા ખરીદો ત્યારે ખાસ ચેક કરી લો આ વસ્તુ, નહીં તો બ્રેસ્ટ કેન્સર...મોટાભાગની છોકરીઓ કરે છે આ ભૂલ

બ્રા ખરીદતી વખતે રાખો આ ધ્યાન

Tips For Bra Shopping: છોકરીઓ જ્યારે બ્રાની ખરીદી કરવા જાય છે ત્યારે અનેક નાની-મોટી ભૂલો કરી બેસે છે. જો કે તમારી આ ભૂલ તમને સમય જતા ભારે પડી શકે છે. આ માટે હંમેશા બ્રા ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ પોતાના શરીરનું અનેક રીતે ધ્યાન રાખતી હોય છે. તેમ છતાં ક્યાંકને ક્યાંક થતી ભૂલો આપણાં શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે જરૂરી છે કે પ્રોપર રીતે આપણી હેલ્થનું ધ્યાન રાખવું. એમાં પણ જો ખાસ કરીને વાત કરીએ ત્યારે મોટાભાગની છોકરીઓ બ્રાની ચોઇસ એટલે ખરીદી કરવામાં ભૂલો કરતી હોય છે. આ ભૂલો તમારી બ્રેસ્ટને અનેક રીતે નુકસાન કરે છે. આ માટે જરૂરી છે કે જ્યારે પણ તમે બ્રાની ખરીદી કરવા જાવો ત્યારે ખાસ કરીને નાની-નાની વાતો પર ધ્યાન આપો. હા..તમને જણાવી દઇએ કે જો તમે યોગ્ય રીતે બ્રાની પસંદગી કરતા નથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો બ્રાની ખરીદી કરતા સમયે શું ખાસ ધ્યાન રાખશો.

    યોગ્ય સાઇઝ લો

    તમે જ્યારે પણ બ્રાની ખરીદી કરવા જાવો ત્યારે ખાસ કરીને સાચું માપ લઇને જવાની આદત પાડો. આ માટે તમે ઘરે માપ લઇ લો અને પછી દુકાનમાંથી ખરીદી કરો. ઘણી વાર ઉતાવળ કરવામાં સાઇઝ નાની-મોટી આવે છે જે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

    આ  પણ વાંચો: માત્ર 10 જ દિવસમાં આ કુદરતી રીતે વધારો બ્રેસ્ટ સાઇઝ

    તમારી સાઇઝની બ્રાની પસંદગી કરો


    ઘણી છોકરીઓ પોતાની સાઇઝ કરતા એકથી બે નંબર નાનો લેતી હોય છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. ફિટ બ્રા પહેરવાથી બ્રેસ્ટને અનેક રીતે નુકસાન થાય છે. એક અહેવાલમાં જાણવા મળ્યુ છે ફિટ બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ અનેક ઘણું વધી જાય છે.

    આ પણ વાંચો: શિમલા મરચા ખાવાથી વધે છે આંખોની રોશની

    મોટી બ્રા પહેરવાનું ટાળો


    અનેક છોકરીઓ પોતાની સાઇઝ કરતા મોટી બ્રા પહેરતી હોય છે. તમને જણાવી દઇએ કે તમે તમારી સાઇઝ કરતા મોટી બ્રા પહેરો છો તો બ્રેસ્ટને નુકસાન થાય છે. આ સાથે જ ખરાબ પણ લાગે છે. આ માટે હંમેશા તમે તમારી સાઇઝની બ્રાની પસંદગી કરો અને અનેક બ્રેસ્ટને લગતી બીમારીઓથી બચો.


    લાઇટ કલરની પસંદગી કરો


    તમે જ્યારે પણ બ્રાની ખરીદી કરવા જાવો ત્યારે ખાસ કરીને લાઇટ કલરની પસંદગી કરો. ડાર્ક કલરની બ્રા તમે જે કપડા પહેરો છો એમાંથી દેખાવવાના ચાન્સિસ વધી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bra, Lifestyle

    विज्ञापन
    विज्ञापन