Lifestyle swaps for sustainable weight loss: આજની લાઈફ સ્ટાઈલ (Lifestyle) અને વ્યસ્તતાને લીધે મેદસ્વિતા (Weight Gain)ની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘણાં લોકો વજન ઘટાડવા માટે સખત મહેનત (Weight Loss Tips) કરે છે. તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવે છે અને ડાયેટમાં પણ પ્રયોગ કરતા રહે છે. જોકે, ઘણી વખત વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે કેમકે તે પૂરેપૂરું ફોકસ અને ડેડીકેશન માગી લે છે. પરંતુ, એ જાણી લેવું જરૂરી છે કે ફક્ત હેવી વર્કઆઉટ (Heavy Workout) કે વેઈટ લોસ ડાયેટ (Weight loss diet)થી વજન નથી ઘટતું, પણ કેટલીક ચોક્કસ સિમ્પલ લાઈફસ્ટાઈલ અપનાવવી પણ ફાયદાકારક બને છે.
જો તમે વધેલી ચરબીથી પીછો છોડાવવા માગો (How to lose weight) છો, તો તમારે કેટલીક લાઈફસ્ટાઈલની અદલાબદલી (Lifestyle swaps) કરવી પડશે. આયુર્વેદ એક્સપર્ટ ડૉ. દીક્ષા ભાવસારે તાજેતરમાં કેટલાંક વિકલ્પો સૂચવ્યા છે જે વજનને જલ્દી અને અસરકારક રીતે ઘટાડે છે અને ખાસ તો ઘટેલું વજન મેઇન્ટેઇન કરે છે.
ડૉ. દીક્ષાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેટલીક બાબતોનો બીજો વિકલ્પ જણાવ્યો છે જે દરેક સ્વસ્થ રહેવા ઇચ્છતી વ્યક્તિને લાગુ પડે છે.
ડૉ. દીક્ષાએ લખ્યું છે કે, ‘આ વિકલ્પો (Lifestyle swaps) એ બાબત સુનિશ્ચિત કરે છે કે તમે જે છેલ્લા કેટલાંક સમયમાં પૂરેપૂરા સમર્પણથી વજન ઘટાડ્યું છે તે ફરી વધી ન જાય.’
Sustainable weight loss માટે તમે પણ પોતાની લાઈફ સ્ટાઈલમાં નીચે જણાવેલા વિકલ્પોને અપનાવી શકો છો-
1. સફેદ ખાંડને બદલે ગોળ (White Sugar with Jaggery)
સફેદ ખાંડ માત્ર ખાલી કેલરી (empty calories) છે જ્યારે ગોળ પોષક તત્વોથી ભરપૂર છે.
હૂંફાળું પાણી તમારા પાચન અગ્નિ (Digestive fire)ને પ્રજ્વલિત કરવામાં મદદ કરે છે અને તેને શ્રેષ્ઠ રાખે છે. ઉપરાંત, તે ચયાપચયને સુધારે છે.
3. નો મૂવમેન્ટને બદલે 5,000-10,000 પગલાં
દિવસભર સક્રિય રહેવાથી (5,000-10,000 પગથિયાં ચાલવાથી) તમારું શરીર એક્ટિવ, સ્થિતિસ્થાપક રહે છે અને રક્ત પરિભ્રમણ સારું રહે છે.
4. ફળોના જ્યુસને બદલે ફળો ખાવા
જ્યારે તમે ફળોના રસનું સેવન કરો છો, ત્યારે તમે ફાઇબર ગુમાવો છો અને તે પ્રવાહી હોવાથી તમે એ વધુ પીઓ છો. જ્યારે તમે ફળોને ચાવો છો, ત્યારે તેમનું પાચન તમારા મોંમાંથી જ શરૂ થાય છે અને ફાઇબર અકબંધ રહે છે જેથી તમે તેને પ્રમાણસર ખાશો.
5. બપોરનું ભોજન ટાળવાને બદલે પ્રમાણસર જમો
ક્યારેય પણ લંચને ટાળો નહીં કારણકે સવારના 10થી બપોરના 2 વાગ્યાનો સમય મધ્યમથી ભારે ભોજન લેવાનો શ્રેષ્ઠ સમય છે (કેમકે તે પિત્ત કાળ છે અને તે દરમિયાન ચયાપચય શ્રેષ્ઠ હોય છે).
6. ભારે ડિનરને બદલે રાત્રે વહેલું અને હળવું ભોજન લેવું
સૂર્યાસ્ત બાદ ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે તેથી ડિનર 8 વાગ્યા પહેલાં લેવું તેમજ હળવું જમવું.
7. ઊંઘને અવગણવાને બદલે પૂરતી ઊંઘ લેવી
જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું લીવર ડિટોક્સિફાય થાય છે તેથી ઊંઘને અવગણવાથી તમારા વેઇટ-લોસમાં વિલંબ થાય છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા માગતા હો તો રાત્રે 10 વાગ્યા પહેલા સૂઈ જાઓ.
સમયસર ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્ધી ફૂડ ઉપરાંત એક્સરસાઇઝ વેઈટ લોસમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે જ તમારા જીવનમાં યોગ, વોકિંગ, જોગિંગ, સાઈકલિંગ, જિમ, વેઈટ્સ, HIIT (high-intensity interval training) સ્વિમિંગ વગેરે સામેલ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર