Home /News /lifestyle /પગમાં બહુ થાય છે દુખાવો? ચાલવામાં પડે છે તકલીફ? તો ફોલો કરો આ ટિપ્સ, રાહત થઇ જશે

પગમાં બહુ થાય છે દુખાવો? ચાલવામાં પડે છે તકલીફ? તો ફોલો કરો આ ટિપ્સ, રાહત થઇ જશે

આ રીતે પગના દુખાવામાંથી રાહત મેળવો

leg pain: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને પગમાં દુખાવો થતો હોય છે. પગમાં દુખાવો થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આ માટે જો તમે આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો છો તો પગના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં મોટાભાગના લોકોને પગમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. પગમાં દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. અમુક વાર પગમાં અસહ્ય દુખાવો થતો હોય છે જે વ્યક્તિથી સહન થતો નથી અને પછી અંતે દવા લેવી પડે છે. પરંતુ જો તમે બહુ પેઇન કિલર લો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે તમે ઘરેલું ઉપાયોથી તમારા પગના દુખાવામાંથી રાહત મેળવો. આ તમારા માટે એક બેસ્ટ ઉપાય છે. ઘરેલું ઉપાયો સાથે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો છો તો તમને રાહત થઇ જાય છે અને સાથે તમે રિલેક્સ ફિલ કરો છો. તો જાણો પગના દુખાવામાંથી રાહત મેળવવા શું કરશો.

  માલિશ કરો


  તમને સતત પગમાં દુખાવો થાય છે તમે માલિશ કરી શકો છો. માલિશથી તમને દુખાવામાંથી રાહત મળે છે. આ માટે તમે એક વાટકીમાં સરસીયાનું તેલ લો અને એમાં 3 થી 4 કળી લસણની નાંખો અને આ તેલને ગરમ કરી લો. ત્યારબાદ આ તેલથી માલિશ કરો. માલિશ કરવાથી પગમાં રાહત થઇ જશે.

  આ પણ વાંચો: આ રીતે મસ્ત ફિગર બનાવો

  એક્સેસાઇઝ કરો


  પગમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે નિયમિત રીતે એક્સેસાઇઝ કરો. એક્સેસાઇઝ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે કોઇ સારા યોગા એક્સપર્ટ પાસેથી પણ આ વિશે એડવાઇઝ લઇ શકો છો.

  આ પણ વાંચો: કિડનીમાં પથરી છે?

  પગ તકિયા પર મુકો


  તમને બહુ પગમાં દુખાય છે અને ઊંધ આવતી નથી તો તમે તકિયા પર પગ મુકીને સુઇ જાવો. તકિયા પર પગ મુકવાથી દુખાવામાંથી રાહત મળે છે. આ માટે તમે થોડો ઊંચો તકિયો લો અને એની પર પગ મુકીને સુઇ જાવો. થોડીવારમાં તમે રિલેક્સ થઇ જશો અને તમને ઊંઘ પણ સારી આવશે.

  વજન ઉતારો


  તમારું વજન વધારે હોય તો પણ તમને પગ દુખતા હોય છે. આનું કારણ એ છે કે તમારા વજનનો ભાર સૌથી વધારે પગ પર આવે છે જેના કારણે ચાલતા સમયે દુખાવો વધારે થાય છે. આ માટે તમે તમારું 5 થી 6 કિલો જેટલું વજન ઉતારી દો છો તો તમને દુખાવામાંથી રાહત થાય છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Health Tips, Life style

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन