Home /News /lifestyle /સ્કિન પર લગાવો આ તેલ, એક પણ મચ્છર નજીક નહીં આવે અને બચી જશો મેલેરિયા જેવા રોગોથી

સ્કિન પર લગાવો આ તેલ, એક પણ મચ્છર નજીક નહીં આવે અને બચી જશો મેલેરિયા જેવા રોગોથી

મચ્છરો ભગાડવાનાં ઉપાયો

Mosquito remedy: મચ્છરોનો ત્રાસ કોઇ પણ સિઝનમાં રહેતો હોય છે. અમુક મચ્છરો એવા હોય છે જે કરડ્યા પછી અનેક ઘણી બીમારીઓમાં આપણે સપડાઇ જઇએ છીએ. બીમારીઓથી બચવા મચ્છરોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોઇ પણ સિઝન હોય..મચ્છરોનો ત્રાસ હંમેશા રહે છે. મચ્છર કરવાથી અનેક પ્રકારના રોગો પણ થાય છે. આ માટે મચ્છરથી બચીને રહેવું ખૂબ જરૂરી છે. ઘણાં લોકોને મચ્છર કરડે પછી સ્કિન પર લાલ ડાઘા પડી જાય છે અને લોહી નિકળે છે. મચ્છરોને ભગાડવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓનો યુઝ કરતા હોઇએ છીએ તો પણ ઘણી વાર મચ્છરો આપણને ચટકા ભરી લેતા હોય છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસ્ખાઓ વિશે જણાવીશું જે તમે યુઝ કરશો તો ઘરમાં મચ્છર રહેશે નહીં.

    આ પણ વાંચો: રિલેશન રાખવા શરીરના આ અંગો સ્પર્શ કરો

    • ફુદીનાની સુગંધથી મચ્છરો ઘરમાંથી બહાર ભાગી જાય છે. ઘરમાંથી મચ્છરોને ભગાડવા માટે તમે ફુદીનાના તેલનો ઉપયોગ કરો. આ માટે તમે ફુદીનાનું તેલ ઘરે બનાવો અને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં ખુણા-ખુણામાં છાંટી દો. આમ કરવાથી મચ્છરો ઘરમાંથી બહાર ભાગી જશે અને તમને કરડશે પણ નહીં.

    • રોઝમેરી અને ફુદીનાનો છોડ ઘરમાં રોપવાથી મચ્છર આસપાસ ફરતા બંધ થઇ જાય છે. આ છોડને તમે ઘરમાં અલગ-અલગ જગ્યાએ મુકી શકો છો. આ છોડ તમારા ઘરની શોભામાં વઘારો કરે છે. આ છોડ ઘણાં બધા લોકો પોતાના ઘરમાં રોપતા હોય છે. આ છોડ તમને સરળતાથી બહાર મળી જાય છે.


    આ પણ વાંચો: ગમે તેટલી ઠંડી હોય અપનાવો આ જુગાડ



      • લીંબુ અને લવિંગનો ઉપયોગ કરીને પણ તમે મચ્છરોને ઘરમાંથી બહાર ભગાડી શકો છો. લીંબુ અને લવિંગની સ્મેલથી મચ્છર જલદી જ ઘરમાંથી બહાર ભાગી જાય છે.

      • મચ્છરોને ભગાડવા માટે લસણ પણ સૌથી બેસ્ટ છે. આ માટે તમે સરસિયાનું તેલ લો અને એમાં લસણની કળી નાંખો. ત્યારબાદ આ તેલને બરાબર ગરમ કરો. આમ કરવાથી સ્ટ્રોંગ સ્મેલ આવશે અને મચ્છરો ઘરમાંથી ભાગી જશે. લસણમાં રહેલું સલ્ફર મચ્છરોને ભગાડવાનું કામ કરે છે.






    • મચ્છરો ખાસ કરીને હાથ-પગ અને મોં પર વધારે ચટકા ભરે છે. મચ્છરોથી બચવા તમે કોપરેલ તેલ પણ સ્કિન પર લગાવી શકો છો. કોઇ પણ પ્રકારનું તેલ તમે સ્કિન પર લગાવો છો તો એના કારણે સ્કિન ચીકણી રહે છે જેના કારણે મચ્છર પાસે આવતા બચે છે અને તમે પણ અનેક બીમારીઓથી બચી જાવો છો. મચ્છર કરડવાથી મેલેરિયા જેવા રોગો પણ થઇ શકે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Mosquito

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन