Home /News /lifestyle /માત્ર 7 દિવસમાં અણગમતા વાળ દૂર કરી દો આ 3 અસરકારક ઉપાયોથી, પછી નહીં આવે

માત્ર 7 દિવસમાં અણગમતા વાળ દૂર કરી દો આ 3 અસરકારક ઉપાયોથી, પછી નહીં આવે

પપૈયુ અસરકારક છે.

Remove facial hair: અનેક લોકોને ચહેરા પર અણગમતા વાળ હોય છે. આ વાળ સુંદરતા બગાડવાનું કામ કરે છે. આમ, જો તમારા ફેસ પર બહુ વાળ છે તો આ રીતે તમે સરળતાથી દૂર કરી શકો છો. આ ઉપાય બેસ્ટ છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બધા લોકોના ચહેરા પર અણગમતા વાળ હોય છે. આ વાળ પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ પ્રકારની ટ્રિટમેન્ટ લાંબા ગાળે તમારા સ્કિનને અનેક ઘણું નુકસાન કરે છે. અણગમતા વાળ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તો આજે અમે તમને જણાવીએ એવા 3 ઉપાયો વિશે જેની મદદથી તમે સરળતાથી અણગમતા વાળને દૂર કરી શકો છો અને ફેસ ક્લિન થઇ જાય છે.

આ પણ વાંચો:કિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે

ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવાના નુસખા


ઇંડાનો સફેદ ભાગ અને કોર્ન સ્ટાર્ચ


આ નુસખો એક બેસ્ટ છે. આ માટે તમે એક બાઉલ લો અને એમાં અડધી ચમચી કોર્ન સ્ટાર્ચ અને એક ઇંડાનો સફેદ ભાગ લઇને મિક્સ કરી દો. પછી આમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાવો દો. સુકાઇ જાય પછી એક બાજુથી બીજી દિશામાં ફેરવો અને માસ્કની જેમ ખેંચો. આમ કરવાથી અણગમતા વાળ નિકળી જશે.

આ પણ વાંચો:સંતાન પ્રાપ્તિ માટે મહત્વની છે આ 4 વસ્તુઓ

મધ અને ખાંડ


મધ અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો છો તો અણગમતા વાળ દૂર થઇ જાય છે. આ રીત તમારા વાળને દૂર કરવાનું કામ કરે છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરો. એક ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 30 સેકેન્ડ માટે ગરમ કરો અને પછી હુંફાળુ થઇ જાય એટલે ફેસ પર લગાવો. ચહેરા પર સુકાવા દો અને પછી ખેંચી લો. આમ કરવાથી અણગમતા વાળ દૂર થઇ જશે. આ પ્રોસેસ તમે સતત 7 દિવસ સુધી કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે.


પપૈયુ અને હળદર


પપૈયામાં પાપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે ફેશિયલ હેરને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પપૈયુ લો અને અડધી ચમચી હળદર મિક્સ કરો. પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો.15 થી 20 મિનિટ રહીને મસાજ કરો. આમ કરવાથી સ્કિન મસ્ત થઇ જશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Life Style News, Skin Care Tips

विज्ञापन