Home /News /lifestyle /અંડર આર્મ્સમાં ખંજવાળ આવે છે? બળતરા થાય છે? તો આ રીતે બટાકાનો ઉપયોગ કરીને મેળવો છૂટકારો

અંડર આર્મ્સમાં ખંજવાળ આવે છે? બળતરા થાય છે? તો આ રીતે બટાકાનો ઉપયોગ કરીને મેળવો છૂટકારો

અંડર આર્મ્સમાં લાલ થઇ જાય છે?

underarms care tips: અંડર આર્મ્સને ક્લિન કરવા બહુ જરૂરી છે. અંડર આર્મ્સમાં અનેક લોકો ખંજવાળ, રેસિઝ જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. જો તમે કાળજી રાખતા નથી તો આમાંથી ઇન્ફેક્શન વધતુ જાય છે અને તમે હેરાન પણ વધારે થાઓ છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમને પણ અંડર આર્મ્સમાં ફોલ્લીઓ, રેશિઝ અને લાલ થઇ જાય છે? આ તકલીફ ઘણી બધી છોકરીઓને થતી હોય છે. અંડર આર્મ્સમાં જ્યારે આ તકલીફ થાય ત્યારે કપડા પહેરવામાં પણ તકલીફ થતી હોય છે. અંડર આર્મ્સમાં આવી તકલીફ થાય ત્યારે બળતરા, ખંજવાળ જેવી સમસ્યા પણ વધુ પ્રમાણમાં થતી હોય છે. આ માટે અંડર આર્મ્સની સફાઇ કરવી ખૂબ જરૂરી છે. જો  તમે બરાબર ક્લિન કરતા નથી તો સ્કિનની તકલીફો પણ થવા લાગે છે. આમ, જો તમારા અંડર આર્મ્સમાં પણ આવી તકલીફો થાય છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો નજર કરી લો તમે પણ આ ઉપાયો પર અને મેળવો અનેક સમસ્યાઓમાંથી છૂટકારો.

    એલોવેરા જેલ લગાવો


    તમારા અંડર આર્મ્સમાં બહુ લાલ થઇ જાય છે તેમજ રેશિઝ પડી જાય છે તો એલોવેરા જેલ લગાવો. આ જેલ તમને હવે બજારમાંથી પણ સરળતાથી મળી રહે છે. આ માટે તમે એલોવેરા જેલ અને 5 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આ ભાગને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી અંડર આર્મ્સની દરેક સમસ્યાઓ દૂર થઇ જશે.

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી વાળમાં થતા પરસેવાને આ રીતે કરો દૂર

    લીંબુ અને મધ


    લીંબુ અને મધ તમારી અંડર આર્મ્સની દરેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે એક વાટકીમાં એક આખા લીંબુનો રસ લો અને એમાં જરૂર મુજબ મધ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી લો. હવે આને તમારા અંડર આર્મ્સની સ્કિન પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી ચોખ્ખા પાણીથી ધોઇને કોટનના કપડાથી લૂંછી લો.

    આ પણ વાંચો: શું દીપિકાને એરિથમિયા હાર્ટની બીમારી છે?

    બટાકાની સ્લાઇસ


    તમને જાણીને નવાઇ લાગશે પરંતુ તમને જણાવી દઇએ કે અંડર આર્મ્સની લાલાશથી લઇને ખંજવાળ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે. આ માટે તમે એક બટાકું લો અને એની સ્લાઇસ કટ કરી લો.


    ત્યારબાદ આ સ્લાઇસને પાણીમાં પલાળો અને પછી 5 મિનિટ સુધી મસાજ કરો. ફરી પાણીમાં પલાળો અને પછી ફરી આ પ્રયોગ કરો. આવું તમારે 4 થી 5 કરવાનું રહેશે. જો તમે આ પ્રયોગ રેગ્યુલર કરો છો તો અંડર આર્મ્સમાં વાળ પણ ઓછા આવે છે અને સાથે અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin care

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन