Home /News /lifestyle /કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે: તમારું કોલેસ્ટ્રોલ બહુ વધી જાય છે? તો ખાઓ આ ફ્રૂટ્સ

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે: તમારું કોલેસ્ટ્રોલ બહુ વધી જાય છે? તો ખાઓ આ ફ્રૂટ્સ

આ રીતે કોલેસ્ટ્રોલે કંટ્રોલ કરો

cholesterol control tips: અનેક લોકો કોલેસ્ટ્રોલ આવતું હોય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. જો તમે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતા નથી તો સ્વાસ્થ્યને લઇને બીજી અનેક તકલીફો થતી હોય છે. આમ, જો તમને કોલેસ્ટ્રોલ છે તો તમે આ વસ્તુઓને ડાયટમાં એડ કરો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્યે લગતી કોઇને કોઇ તકલીફ હોય છે. જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર જેવી અનેક સમસ્યાઓ વધતી જાય છે. આ દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જે આપણાં માટે એક ચિંતાનો વિષય બની રહે છે. આમ, જો તમારા લોહીમાં લો ડેન્સિટીનું લિપપ્રોટીન વધારે છે તો એવામાં હાર્ટ એટેક આવવાનો ખતરો વધી જાય છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણોમાં અનહેલ્ધી ડાયટ, પ્રોસેસ્ડ ફુડ અને બહારનું તળેલું-જંકફુડ ખાવું, સુગર ફુડ્સ અને લો ફાઇબર મહત્વનો ભાગ ભજવે છે. આ સાથે જ આલ્કોહોલનું વધારે સેવન, એક્સેસાઇઝ ના કરવી એ હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું કારણ હોઇ શકે છે.

    આ બધી જ બાબતો વચ્ચે જો તમને કોલેસ્ટ્રોલ છે તો તમારે એને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને કેટલાક ફ્રૂટ્સ વિશે જણાવીશું જે તમે ખાઓ છો તો તમારું વધેલું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને સાથે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન, મિનરલ્સ પણ મળી રહે છે. તો જાણો કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે કયા ફળોનું સેવન કરવું જોઇએ.

    આ પણ વાંચો: નવરાત્રીમાં આ બોલિવૂડ સ્ટાર્સની જેમ થાઓ તૈયાર

    વિટામીન સી ફળ


    ખાટા ફળોમાં વિટામીન સીનું પ્રમાણ ભરપૂર હોય છે. આમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે LDL કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. તમને જણાવી દઇએ કે વિટામીન સી હાર્ટ ડિસિઝ અને બ્લડ પ્રેશરના ખતરાને ઓછુ કરે છે.

    એવાકાડો


    એવાકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ માટે અનેક રીતે ફાયદાકારક છે. એવાકાડો હાઇ ડેનસિટી લિપોપ્રોટીન અને લો ડેનસિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં કરવામાં ખૂબ ફાયદાકારક છે.

    આ પણ વાંચો: બાળકને સાચવવા ઘરે આયા રાખો છો?

    જાંબુ


    જો તમને કોલેસ્ટ્રોલ છે તો તમારા માટે સૌથી બેસ્ટ જાંબુ છે. જાંબુમાં રહેલા અનેક ગુણો તમારી આ સમસ્યામાં તમને રાહત અપાવે છે. જાંબુ ફાઇટોન્યુટ્રિએન્ટસ હોય છે જે તમારા હાર્ટને હેલ્ધી રાખે છે અને સાથે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. જાંબુને તમે કોઇ પણ રીતે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.


    કેળા


    કેળામાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સની સાથે-સાથે સુક્રોઝ, ફ્ર્ક્ટોઝ અને ગ્લુકોઝ જેવા સુગરથી ભરપૂર હોય છે. આ પોટેશિયમ અને ફાઇબરનો સારો સોર્સ છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Cholesterol, Healthy lifestyle, Lifestyle

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन