Home /News /lifestyle /

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અપનાવો આ 5 બેસ્ટ રીત, નહીં પડે દવાઓની જરૂર

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અપનાવો આ 5 બેસ્ટ રીત, નહીં પડે દવાઓની જરૂર

હાઈ બ્લડ પ્રેશર હૃદય સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. તેથી, બ્લડ પ્રેશરની કાળજી લેવી જોઈએ. તમે દવાઓ વગર પણ ઘરે બેઠા બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકો છો. આ વિશે જાણો.

હાઈ બ્લડ પ્રેશર હૃદય સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. તેથી, બ્લડ પ્રેશરની કાળજી લેવી જોઈએ. તમે દવાઓ વગર પણ ઘરે બેઠા બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકો છો. આ વિશે જાણો.

    આજના યુગમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી (problem of high blood pressure) ઝઝૂમી રહ્યા છે. તેને હાયપરટેન્શન (hypertension) પણ કહેવાય છે. સામાન્ય બ્લડ પ્રેશર 80 થી 120 ની વચ્ચે હોય છે. જ્યારે તે 120 થી ઉપર જાય છે, ત્યારે હાઈ બીપીની સમસ્યા થાય છે. આ રોગને 'સાયલન્ટ કિલર' કહેવામાં આવે છે કારણ કે તેના શરૂઆતના લક્ષણો દેખાતા નથી. હાઈ બ્લડ પ્રેશરને કારણે આપણા હૃદય પર દબાણ નોંધપાત્ર રીતે વધી જાય છે, જે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. આ સિવાય આ સમસ્યા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. કોઈપણ પ્રકારની સમસ્યાથી બચવા માટે તમારે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું જોઈએ. દવાઓ વિના પણ કેટલીક પદ્ધતિઓ અપનાવીને તેને નિયંત્રિત કરી શકાય છે.

    દરરોજ કસરત કરો


    હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, દરરોજ 30 થી 60 મિનિટ સુધી કસરત કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. આ તમારા મૂડને સુધારે છે અને ડાયાબિટીસ હૃદય રોગનું જોખમ ઘટાડે છે. સ્વસ્થ લોકોએ પણ તેમના સમયપત્રકમાં કસરતનો સમાવેશ કરવો જોઈએ.

    આ પણ વાંચો: Health: સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ડોક્ટર્સ?

    તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે


    એવું માનવામાં આવે છે કે હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે, આહારમાં આખા અનાજ, ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, માંસ, માછલી અને બદામનો સમાવેશ કરવો જોઈએ. ખૂબ મીઠો ખોરાક ટાળવો જોઈએ. આ સિવાય સોડા અને જ્યુસનું સેવન ઓછું કરવું જોઈએ. પોષક તત્વોથી ભરપૂર સ્વસ્થ આહાર લેવો જોઈએ.

    મીઠું ઓછું ખાઓ


    હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકોએ મીઠું ઓછું ખાવું જોઈએ. તેનાથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. ભોજનમાં મીઠાને બદલે મીઠા વગરના મસાલા ઉમેરી શકાય. આ સિવાય વધુ મીઠાવાળા નાસ્તા અને ફાસ્ટ ફૂડથી પણ બચવું જોઈએ.

    વજન નિયંત્રણમાં રાખો અને તણાવમુક્ત રહો


    જો તમે તમારું વજન નિયંત્રણમાં રાખશો અથવા વધારાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરશો તો હાઈપરટેન્શનની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળશે. સ્થૂળતા હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી વજન ઘટાડવા માટે સ્વાસ્થ્યપ્રદ રીત અપનાવો. તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા સ્ટ્રેસ લેવાથી પણ બ્લડ પપરેશાન વધશે.જેથી કરીને વધુમાં વધુ ટેન્શન ફ્રી રહો

    આ પણ વાંચો: આ 5 પ્રકારનો ખોરાક કયારેય ન લેશો એકસાથે, સ્વાસ્થ્ય પર કરશે વિપરીત અસર

    ધૂમ્રપાન અને દારૂ છોડો


    ધૂમ્રપાન (Smoking) કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. ધૂમ્રપાન હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. ધૂમ્રપાન છોડવાથી તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સિવાય આલ્કોહોલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ વધી શકે છે. તો તેને પણ છોડી દો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Fitness, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन