Home /News /lifestyle /બજારમાં મળતા બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર
બજારમાં મળતા બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર
પપૈયાની છુંદો કરીને તેમાં બે ચમચી દહીં કે લીંબુ નાંખીને પણ પેસ્ટ બનાવી શકો છો. જે લોકોની સૂકી ત્વચા હોય છે તેમના માટે આ સ્ક્રબ ખૂબ જ લાભકારી છે. આ સ્ક્રબને 10 મિનિટ ચહેરા પર રાખી ચહેરો સાફ કરો જેનાથી ધીરે ધીરે તમારા ચહેરાની ત્વચા કોમળ અને મુલાયમ થશે. Disclaimer : આ લેખમાં આપેલી તમામ જાણકારી સર્વ સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેનું પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે.
આંખોનું તેજ વધારવા માટે આંખોનું તેજ વધારવા માટે 1 ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો. તેનાથી આંખની તકલીફો ઓછી થશે.
ચમકતી અને સુંદર ચામડી માટે
ચામડીની સુંદરતા જાળવી રાખવા માટે મધ અને દહીંનો ઉપયોગ કરો. બંનેને મિક્સ કરી ચહેરા પર લગાવી હળવા હાથે માલિશ કરો. પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરા પર બેદાગ ગ્લો નજર આવશે.
કોમળ હોઠ માટે ચહેરાની સુંદરતાની સાથે સાથે હોઠની સુંદરતા પણ ઘણા જરૂરી છે. તે માટે કોથમીરના પાનની પેસ્ટ હોઠ પર લગાવો.
નખની સફાઈ મખ અને એડીની સાફ સફાઈ પણ ઘણી જરૂરી છે. તે માટે લીંબુની છાલ પર થોડી ખાંડ ઉમેરી નખ કે એડી પર રગડો. તેનાથી કાળાશ અને ગંદકી પણ દૂર થશે.
કરચલીથી છૂટકારો ચહેરા પર પડતી કરચલી ઓઠી કરવા મૂળાનો રસ લગાવો. તેનાથી ચહેરા પર ચમક આવશે. તેમાં થોડું દહીં મિકિસ કરીને પણ લગાવી શકો છો.
લાંબી અને ઘાટી આઈ લેશેસ માટે રાત્રે તેની ઉપર કેસ્ટર ઑઈલનું એક પાતળું કોટિંગ લગાવો. તેનાથી પાંપણો સુંદર લાગશે.
સન બર્ન દૂર કરવા માટે જો તમારા શરીર પર સનબર્ન થઈ ગયું હોય તો ખીરાના રસમાં 3-4 ટીપાં ગ્લિસરીન અને ગુલાબજળ ઉમેરી સનબર્ન ઉપર લગાવો. ઝડપથી ફાયદો થશે.
ડાર્ક સર્કલથી છૂટકારો ડાર્ક સર્કલ માટે આંખોની નીચે કાચા બટેટાનો રસ લગાવો ફાયદાકારક છે. આપને જણાવી દઈએ કે કાચું બટેટું ડાર્ક સર્કલ માટે બ્લીચનું કામ કરે છે.