ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે આ હોમ મેડ Face packનો કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)

જે લોકોની ઑઇલી સ્કિન (Oily skin) હોય છે તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઇરીટેટ કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ (Acne, Black Heads, White Heads) વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: જે લોકોની ઑઇલી સ્કિન (Oily skin) હોય છે તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઇરીટેટ કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ (Acne, Black Heads, White Heads) વગેરે સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે અને તમારી સ્કિન ખુલીને શ્વાસ લેવા લાગશે. કારણ કે, ચહેરાથી વધારાનું તેલ દૂર થવાથી રોમછિદ્રોને પર્યાપ્ત ઑક્સિજન (Oxygen) મળી શકશે. જાણો, સ્કિન માટે બેસનના ઉપયોગ વિશેના ઘરગથ્થુ ઈલાજ વિશે.

    બેસનના ફેસપેકનો કરો ઉપયોગ 

    ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે. દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો.

    આ પણ વાંચો: ચહેરા પર આવેલા ડાર્ક સર્કલ દૂર કરવાનો ધરેલુ ઈલાજ, ફટાફટ દૂર થઈ જશે dark circles

    આ રીતે તૈયાર કરો હોમ મેડ ફેસ પેક

    તૈલી ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો.

    આ પણ વાંચો: સંશોધકોનો દાવોઃ યાદશક્તિ સુધારવા માટે શીખો નવી ભાષા, આ ભયંકર રોગનું જોખમ પણ ઘટશે

    તમે ટામેટાની મદદથી અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે. બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઇ નાંખો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    Published by:kuldipsinh barot
    First published: