Home /News /lifestyle /લેન્સ પહેરતા લોકો ખાસ વાંચો: રાત્રે ઊંઘતી વખતે બેક્ટેરિયા ખાઇ ગયા આંખો, અને 40 મિનિટની ઊંઘ બની સજા..
લેન્સ પહેરતા લોકો ખાસ વાંચો: રાત્રે ઊંઘતી વખતે બેક્ટેરિયા ખાઇ ગયા આંખો, અને 40 મિનિટની ઊંઘ બની સજા..
પ્રતીકાત્મક તસવીર.
Flesh eating bacteria: ઘણી વાર માણસ સાથે એવું બનતુ હોય છે જેને સમજવું ખૂબ અઘરું પડી જાય છે. આ માટે હંમેશા નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. એવું જ એક વ્યક્તિ સાથે થયુ જેને લેન્સ પહેરવા ભારે પડ્યા છે.
Flesh eating bacteria: દુનિયાભરમાં અનેક જીવલેણ બેક્ટેરિયા હોય છે જે આપણાં શરીરના કેટલાક અંગોને હંમેશા માટે ખાઇ શકે છે. એવામાં એક બેક્ટેરિયાએ ફ્લોરિડામાં રહેતા 21 વર્ષના છોકરાની આંખો ખાઇ લીધી. બેક્ટેરિયા આ છોકરાઓના કોર્નિયાને ખાઇ ગયા. સાયન્સની ભાષામાં વાત કરવામાં આવે તો આ બેક્ટેરિયાને માંસ ખાતા બેક્ટેરિયા (Flesh eating bacteria) કહેવામાં આવે છે. જો કે આ ઘટના છોકરાની બેદરકારીનું એક કારણ પણ બની રહી છે. આમ, વાત કરવામાં આવે તો દરેક લોકોએ આ વિશે વિસ્તારથી જાણવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..
21 વર્ષનો આ છોકરો આંખમાં લેન્સ પહેરીને સૂઇ ગયો હતો. લગભગ જ્યારે એને 40 મિનિટ પછી આંખો ખોલી તો આંખોની રોશની જતી રહી. મોટાભાગે આ છોકરાને દેખાતુ બંધ થઇ ગયુ હતુ. આ છોકરાને આ વાતનો વિશ્વાસ ન હતો કે માંસ ખાનારા એક બેક્ટેરિયાએ એની આંખોને ખાઇ ગયા છે.
જાણો આ માંસ ખાતા આ બેક્ટેરિયા વિશે
આ બેક્ટેરિયા Acanthamoeba keratitis છે, જે માંસ ખાઇ શકે છે. જે પરોપજીવીઓ માટી, ધૂળ અને તળાવમાંથી મળતા હોય છે. ડોક્ટરના અનુસરા આ બેક્ટેરિયા લેન્સ પર રહી ગયા હશે જેના કારણે ઊંઘ દરમિયાન આ કોર્નિયા સુધી પહોંચી ગયા અને પછી ઇન્ફેક્શનને કારણે કોર્નિયા ખાઇ ગયા.
ઉલ્લેખનીય છે કે આ એક પ્રકારે સિંગલ સેલ અમીબા છે જે આંખોમાં જઇને કોર્નિયાના લેયરિંગને નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં આ ઇન્ફેક્શન વઘારે સુધી ફેલાઇ જાય તો આંખોની ટિશ્યૂઝને પૂરી રીતે નુકસાન કરી શકે છે.
આમ, તમને એક વાત હંમેશ માટે જણાવી દઇએ કે ક્યારે પણ લેન્સ પહેરીને ઊંઘવાની આદત પાડશો નહીં. આ સિવાય હંમેશા લેન્સની સફાઇ કરવાનું રાખો, નહીં તો તમે પણ આ ટાઇપની ઘટનાનો શિકાર બની શકો છો. જો કે આ એક ગંભીર વાત છે જેનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ઘણાં લોકો લેન્સ પહેરીને એક ઝોકુ લેતા હોય છે જે અનેક રીતે ચિંતાનું કારણ બની શકે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર