Home /News /lifestyle /શું તમે ખૂબ તણાવમાં રહો છો? આ 5 ટેકનિકોનો ઉપયોગ કરવાથી થઈ જશો 100 ટકા ટેન્શનન ફ્રી

શું તમે ખૂબ તણાવમાં રહો છો? આ 5 ટેકનિકોનો ઉપયોગ કરવાથી થઈ જશો 100 ટકા ટેન્શનન ફ્રી

જ્યારે તમે સૌથી વધારે તણાવમાં હોવ ત્યારે બ્રેક લેવો જરૂરી છે. (ફાઈલ તસવીર)

આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણી લાઇફસ્ટાઇલ (Lifestyle) ખૂબ ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે. ઘણા કામો જલદી પૂરા કરવાના લ્હાયમાં આપણે સતત ટેન્શનમાં રહીએ છીએ. કોરોના (Cororna)ના કારણે તેમાં પણ વધારો થયો છે.

નવી દિલ્લી:  આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણી લાઇફસ્ટાઇલ (Lifestyle) ખૂબ ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે. ઘણા કામો જલદી પૂરા કરવાના લ્હાયમાં આપણે સતત ટેન્શનમાં રહીએ છીએ. કોરોના (Cororna)ના કારણે તેમાં પણ વધારો થયો છે. આજે ટેન્શન કે તણાવ(Stress) જીવનનો એક ભાગ બની ગયા છે. દરેક વ્યક્તિ કોઇને કોઇ વાતને લઇને તણાવગ્રસ્ત હોય છે. આ તણાવની અસર તેમની પર્સાનલ લાઇફ, પ્રોફેશનલ લાઇફ અને હેલ્થ(Helth)પર પણ પડે છે. વેબએમડીના એક રિપોર્ટ (Rport) અનુસાર, તણાવ જીવનની ગુણવત્તાને ઓછી કરી દે છે. તેનાથી લોકોની ઉત્પાદનશીલતામાં ઘટાડો આવે છે. અહીં તણાવ ઓછો કરવા અમુક જરૂરી ટીપ્સ આપી છે, જે તણાવને દૂર કરવામાં અસરકારક છે.

કસરત જરૂર કરો

એક્સરસાઇઝ ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકોની ફિઝીકલ હેલ્થ માટે કસરત ખૂબ ફાયદાકારક છે. નિયમિત રીતે કસરત કરવાથી શરીર અને મગજ બંને સંતુલિત રહે છે. એક્સરસાઇઝ તમારા મૂડને પણ યોગ્ય રાખે છે. તેથી તમે જો ટેન્શન દૂર રાખવા માંગતા હોય તો નિયમિત કસરત કરો. સપ્તાહમાં ઓછામાં ઓછા 2 કલાક 30 મિનિટ મોડરેથી લઇને ઝડપી એક્સરસાઇઝ કરો. તેમાં તમે જીમમાં ટ્રેડ મિલ પર ઝડપથી દોડવું કે સ્કેટ્સ વગેરે સામેલ કરી શકો છો. જ્યારે 75 મિનિટ સુધી વધુ સ્ફુર્તિવાળી એક્સરસાઇઝ કરી શકો છો.

મસલ્સને આરામ આપો

જ્યારે તમે તણાવમાં હોય ત્યારે તમારા મસલ્સ પણ તણાવમાં આવી જાય છે. તેના માટે તમારે તમારા મસલ્સને આરામ આપવો જરૂરી છે. મસાજ મસલ્સને આરામ આપવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ સિવાય હોટ બાથ કે શાવરથી પણ મસલ્સને આરામ પહોંચે છે. જો તમે રાત્રે સારી ઊંઘ લો છો તો તમારા મસલ્સની સમસ્યા પણ ખતમ થઇ જાય છે.

ઊંડો શ્વાસ લો

તણાવને દૂર કરવા અને મૂડને રિલેક્સ કરવા માટે ઊંડો શ્વાસ લેવાથી તરત જ રાહત મળે છે. શ્વાસને થોડી વાર રોકીને ફરી ઊંડો શ્વાસ લેવાથી એટલી સારી અસર થશે કે તમે વિશ્વાસ નહીં કરો શકો. એવું લાગશે કે તમારા જેટલા પણ ટેન્શન હતા તે તમામ ખતમ થઇ ગયા છે. તેને યોગ્ય રીતે કરવાની રીતે તે છે કે શાંત જગ્યા પર પલાઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસો. આંખોને બંધ કરીને અને ચારે બાજુ હરિયાળીની કલ્પના કરો. ત્યાર બાદ શ્વાસ રોકીને ઊંડો શ્વાસ લો. 5થી 10 મિનિટ સુધી આમ કરવાથી તમને આખો દિવસ તાજગીનો અનુભવ થશે.

થોડા સમયે બ્રેક લો

કામના થાકના કારણે પણ તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે તમે વધુ તણાવમાં હોય તો સૌથી સારો સમય છે બ્રેક લેવાનો. આવી સ્થિતિમાં અમુક સમય માટે કામથી બ્રેક લઇ લો અને તમારા મૂડ અનુસાર કામ કરો. સંગીત સાંભળવું, મનપસંદ જગ્યાઓ પર ફરો, યોગ, ધ્યાન, પ્રાર્થના વગેરે કામ કરો.

આ પણ વાંચો: મેદસ્વી લોકોમાં હર્નિયાનું જોખમ વધુ: શું આ તકલીફ રોકવા વજન ઘટાડવાની સર્જરી હિતાવહ છે?

સમસ્યાઓ શેર કરો

ઘણા લોકો પોતાની સમસ્યા કોઇ સાથે શેર કરતા નથી. સ્ટ્રેસ ખૂબ વધુ હોય તો પોતાની વાત બીજા સાથે શેર કરવામાં સંકોચ ન કરો. તમારા પરીવાર, મિત્રો, ભરોસાપાત્ર વ્યક્તિ, ડોક્ટર સાથે સમસ્યા શેર કરો. તમે તમારી સાથે પણ વાત કરી શકો છો. તેમાં કોઇ શરમની વાત નથી. બીજાની સાથે સકારાત્મક વિચારો સાથે વાતચીત કરવાથી તણાવ દૂર થાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Health Tips, Healthy lifestyle, Stress

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन