Home /News /lifestyle /

Piles Problem: મસાની સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ ફૂડ્સ, આપશે તાત્કાલિક રાહત

Piles Problem: મસાની સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ ફૂડ્સ, આપશે તાત્કાલિક રાહત

મસાની સમસ્યા નીવારશે આ સરળ ટિપ્સ

Health: પાઈલ્સ પણ બે પ્રકારના (Types of Piles) હોય છે, લોહિયાળ પાઈલ્સ અને હાર્ડ પાઈલ્સ. આ બંનેના કારણે દુખાવો (Piles Pain) ખૂબ જ વધી જાય છે. આ દુખાવો ક્યારેક એટલો અસહ્ય બની જાય છે કે ઘણા લોકોને ઓપરેશન કરાવવાની પણ ફરજ પડે છે. જો તમારે તેને ઠીક કરવો હોય તો આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

વધુ જુઓ ...
    લાઇફસ્ટાઇલ ડેસ્ક: પાઈલ્સના રોગ (Piles Problem)ને બવાસીર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સિવાય પાઈલ્સને હરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પાઇલ્સ થાય છે, ત્યારે ગુદાની અંદર અને બહાર સોજો આવી જાય છે. જેના કારણે દર્દની સાથે સાથે ખંજવાળ, લોહી નીકળવાની સમસ્યા પણ રહે છે. પાઈલ્સ પણ બે પ્રકારના (Types of Piles) હોય છે, લોહિયાળ પાઈલ્સ અને હાર્ડ પાઈલ્સ. આ બંનેના કારણે દુખાવો (Piles Pain) ખૂબ જ વધી જાય છે. આ દુખાવો ક્યારેક એટલો અસહ્ય બની જાય છે કે ઘણા લોકોને ઓપરેશન કરાવવાની પણ ફરજ પડે છે. જો તમારે તેને ઠીક કરવો હોય તો આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તમે અમુક વસ્તુઓને તમારા રોજીંદા ડાયટમાં સામેલ કરીને પણ પાઇલ્સમાંથી (foodsfight against Piles) ઘણી રાહત મેળવી શકો છો.

    સાબુત અનાજ- આખા અનાજનું સેવન પાઇલ્સના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, આમાં તમે ઓટમીલ, ઓટ્સ, બ્રાઉન રાઇસનું સેવન કરી શકો છો. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે તેના સેવનથી કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે. આ દરમિયાન પીડા અને રક્તસ્રાવમાં ઘટાડો થાય છે.

    તાજા ફળો- ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, તેના સેવનથી પાઈલ્સ ની સમસ્યાથી છુટકારો મળે છે. પાઈલ્સના દર્દીઓ ફળોમાં સફરજન, દ્રાક્ષ, પપૈયા, કાકડી, બેરી અને અન્ય તમામ વસ્તુઓનું સેવન કરી શકે છે.

    લીલા શાકભાજી-  લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જો તમે પાચનતંત્રમાં સુધારો લાવવા માંગતા હોવ અને પાયલ્સની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે તૂરીયા, કોળું, મોસમી શાકભાજી વગેરેનું સેવન કરી શકો છો.

    તરબૂચનું સેવન- ઉનાળામાં તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એટલું જ નહીં તે પાચનતંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તરબૂચનું રોજ સેવન કરવાથી પેટ સાફ થાય છે, તેના સેવનથી ભારેપણાની સમસ્યા પણ દૂર થાય છે.

    અજમાનું સેવન- પાઈલ્સના દર્દીઓ માટે અજમાનું સેવન ફાયદાકારક છે, તેનાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે, જો તમે પાઈલ્સ ના દર્દી છો તો તમે અજમાને શેકીને ખાઇ શકો છો. ખાલી પેટે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    આગામી સમાચાર