Home /News /lifestyle /

નબળું પાચનતંત્ર આપે છે આ પાંચ સંકેત, જાણો પાંચ ચિહ્નો

નબળું પાચનતંત્ર આપે છે આ પાંચ સંકેત, જાણો પાંચ ચિહ્નો

પાચનતંત્ર સુસ્ત હોય છે, ત્યારે તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે

Metabolism problem: જ્યારે તમારું પાચનતંત્ર સુસ્ત હોય છે, ત્યારે તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે

    મુંબઇ: પાચનતંત્ર શરીરને મેળવેલી કેલરી બાળવામાં મદદ કરે છે અને તમામ નિયમિત શારીરિક કાર્યો માટે તેને ઊર્જામાં ફેરવે છે. આ પ્રક્રિયા અનુકૂલનશીલ પ્રકૃતિની છે. આનો અર્થ એ છે કે તમારા ખોરાકના વપરાશના આધારે તમારું પાચનતંત્ર એ રીતે પોતાને અનુકૂળ કરે છે. તે ધીમાથી કાર્યક્ષમ અને ઊલટું થઈ શકે છે. જ્યારે તમારું પાચનતંત્ર સુસ્ત (Slow Metabolism) હોય છે, ત્યારે તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે. કારણ કે તમારા શરીરના પોષક તત્ત્વો(nutrients)ને શોષવાની અને ઉર્જા બહાર કાઢવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે. જેમનું પાચનતંત્ર (metabolism) સારું છે તેઓ વધુ ખોરાક લે છે અને તેમ છતાં તેમનું વજન વધતું નથી.

    તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે તે પહેલાં પાચનતંત્રને ઓળખવાનીની સલાહ આપવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ નિકી સાગરે તાજેતરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવા સંકેતો શેર કર્યા છે, જે તમારા શરીરમાં ધીમી ચયાપચયની પ્રક્રિયા સૂચવે છે. શરીરનું સમતોલન અને તંદુરસ્તી માટે પાચનતંત્ર અગત્યનો ભાગ ભજવે છે. નિકી સાગરના જણાવ્યા મુજબ, તમારી ધીમી ચયાપચયની ક્રિયાના લક્ષણો નીચે મુજબ છે:

    આ પણ વાંચો: તમે બંધ નાક અથવા ગળામાં દુખાવાથી પીડાવ છો? આમ મળશે તાત્કાલિક રાહત

    વજન વધવું

    અસ્પષ્ટ વજન વધવું એ ધીમી ચયાપચયના પ્રારંભિક સંકેતોમાંનું એક છે. જો તમે નિયમિત કસરત (exercise)માં વ્યસ્ત હોવ તો પણ આ વજન ઘટાડવાનું મુશ્કેલ બનાવે છે.

    થાક લાગવો

    કોઈપણ સખત શારીરિક પ્રવૃત્તિ (physical activity) કર્યા વિના થાક અનુભવવો એ એક નબળા પાચનતંત્રની નિશાની છે.

    વાળ ખરવા

    જો તમે તમારા વાળ ગુમાવી રહ્યા છો, તો તે સીધી હકીકત એ તરફ નિર્દેશ કરે છે કે તમારું ચયાપચય પહેલા જેટલું કાર્યક્ષમ નથી.

    ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સની તડપ

    જો તમે તમારી જાતને ખાંડયુક્ત ખોરાક અને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સવાળા ખોરાક માટે કાબુમાં ન રાખી શકતા હોવ, તો તે પણ એક સંકેત છે કે તમારું ચયાપચય કે પાચનતંત્ર તેની કાર્યક્ષમતા ગુમાવી રહ્યું છે.

    જો પ્રારંભિક તબક્કે ધ્યાન આપવામાં ન આવે અને સતત કબજિયાત અનુભવો અને તમારી જાતને તેમાંથી બહાર કરવામાં સક્ષમ ન થવું એ એક સમસ્યા છે. જે પાચનતંત્રને અસર કરે છે

    નિકી સાગરના ક્લિપ સાથેના કૅપ્શનમાં કેટો અને ક્લિન્સ ડાયેટ જેવા ક્વિક ફિક્સ ડાયટને અનુસરવા સલાહ આપે છે, કારણ કે તે તમારા ચયાપચયની પ્રક્રિયા માટે યુક્તિ કરે છે કે તમને પોષક તત્વોની ઓછી જરૂરિયાત છે. તેથી તે ધીમું પડી જાય છે.
    First published:

    Tags: Health Tips, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन