નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે

News18 Gujarati
Updated: November 13, 2019, 9:34 PM IST
નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે
પ્રતિકાત્મક તસવીર

નેલ પૉલિશનું કામ માત્ર નખને સુંદર બનાવવાનું જ નહીં પરંતુ તમે નેલ પૉલિશથી બીજા કામ પણ કરી શકો છો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ નેલ પૉલિશ (Nail polish) એવી વસ્તુ છે જેને કરવા માટે વધારે સમય મળતો નથી. મોટાભાગની યુવતીઓ ઈચ્છતી હોય છે કે તેમની પાસે નેલ પૉલિશના અલગ અલગ કલેક્શન હોય. નેલ પૉલિશનું (Nail polish use tips) કામ માત્ર નખને સુંદર બનાવવાનું જ નહીં પરંતુ તમે નેલ પૉલિશથી બીજા નાના નાના કામ પણ કરી શકો છો.

જ્વેલરીથી એલર્જી
જ્વેલરી જો કાળી પડી જતી હોય અથવા તો જ્વેલરી (Jewelry) પહેરવાથી સ્કિન ઉપર એલર્જી (Allergy) થાય તો. સ્કીનના સંપર્કમાં આવનારા જ્વેલરીના ભાગ ઉપર ટ્રાન્સ્પરેન્ટ નેલ પૉલિશ લગાવી દો. જેનાથી જ્વેલરી પણ સુરક્ષિત રહેશે અને કાળી પણ નહીં પડે. અને સ્કિન ઉપર પણ કોઇપણ પ્રકારની એલર્જી નહીં થાય.

આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

મેચિંગ જ્વેલરી
ઑફિસ કે પછી ક્યાંય ફરવા જઈ રહ્યા છો તો તમારી પાસે ડ્રેસ સાથે મેચિંગ કરી શકાય એવી જ્વેલરી નથી તો પછી ડ્રેસને મેચ થતી નેલ પૉલિશ લો અને જ્વેલરીના ડ્રેસ ઉપર કલર પ્રમાણે પેઇન્ટ કરી લો. બસ તમારી ઑફિસ મેચિંગ જ્વેલરી તૈયાર થઈ જશે.આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

કપડાંના હેંગરને સુંદર બનાવો
જો કપડાં લટકાવવાનું હેંગર ખરાબ થઈ ગયું હોય અને તેનાથી કપડા ખાબ થઈ રહ્યા હોય તો પછી તેને ફેંકશો નહીં અને તેના ઉપર નેલ પૉલિશ કરી દો. આનાથી તે સુંદર પણ લાગશે અને કપડા પણ ખરાબ નહીં થાય.

આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

બટન તૂટવાનો ઉપચાર
એવું પણ બની શકે છે કે જે ડ્રેસ કે શર્ટનું બટન ટૂટ્યું હોય છે. જેનાથી બહાર કોઈની સામે શરમિંદા થવું પડે છે. તો તેનાથી બચવા માટે ટ્રાન્સ્પરેન્ટ નેલ પૉલિશનું એક સ્તર લગાવું દો. જેનાથી તે તૂટશે નહીં અને કપડાં ધોવાયા પછી આ પેઇન્ટ દૂર થઈ જશે. જ્યારે પણ તને કપડાં પહેરો ત્યારે તેના બટન ઉપર નેલ પૉલિશનું એક કોટિંગ કરી દો.

પેંચને ટાઈટ કરવા માટે
અનેક વખત એવું બને છે કે ટૂલ બોક્સના પેંચ ઢીલા થઈ જાય છે. ત્યારે પેંચને કસવા માટે તેના ઉપર નેલ પૉલિશનું કોટિંગ કરી દો. આનાથે તે ક્યારેય ઢીલા નહીં થાય અને તૂટશે પણ નહીં.
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर