આંખ, પેટ, દાંતની સમસ્યા દુર કરી દેશે આ પ્રયોગ દૂર: જાણો, ત્રિફળાના પાંચ જોરદાર ફાયદા

ત્રિફળાના પાંચ જોરદાર ફાયદા

આયુર્વેદમાં એવી ઘણી મહામૂલ્ય ઔષધીઓ છે, જે શરીર માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખાસ કરીને ત્રિફળાના ફાયદા અનેક છે. ત્રિફળા ઘણા ઔષધીય ગુણ ધરાવે છે

  • Share this:
નવી દિલ્હી : આયુર્વેદમાં એવી ઘણી મહામૂલ્ય ઔષધીઓ છે, જે શરીર માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખાસ કરીને ત્રિફળાના ફાયદા અનેક છે. ત્રિફળા ઘણા ઔષધીય ગુણ ધરાવે છે.

ત્રિફળા એરલે શું?

ત્રણ સુપરફ્રૂટનું મિશ્રણ એટલે ત્રિફળા. જેમાં આમળા, બીભીતકા અને હરિતાકીનો સમાવેશ થાય છે. આ દરેક ફળના અનેક ઔષધીય લાભ છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ અસરકારક છે.

ત્રિફળા ખાવાથી પેટ સાફ રહે છે. પાચન સારું થાય છે. ત્રિફળા એન્ટીઓક્સીડેન્ટ હોવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ત્રિફળા પાવડર, જ્યુસ, અર્ક, કેપ્સ્યુલ અને ટેબ્લેટ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તે ઓનલાઈન સ્ટોરમાં સરળતાથી મળી જાય છે. આ ઉપરાંત નેચરલ ફૂડ અને સપ્લિમેન્ટ સ્ટોર પર પણ મળી રહે છે.

આ પણ વાંચોCoronaમાંથી સાજા થયેલા લોકોએ બ્લેક ફંગસથી કેવી રીતે બચી શકાય? વાંચો - સરકારની એડવાઈઝરી

પાચન ક્રિયામાં ફાયદો કરવાની સાથોસાથ ત્રિફળાના અનેક ગુણ છે. ત્રિફળા દરરોજ લેવાથી ટાઈપ 2 ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં રાહત મળતી હોવાનું ઘણા નિષ્ણાંત માને છે. તો ચાલો આજે આપણે આ આયુર્વેદિક દવાના સૌથી પ્રચલિત ફાયદાઓ અંગે જાણીએ

પાચનમાં રાહત

પાચનમાં ફાયદો એ ત્રિફળાનો સૌથી સામાન્ય સ્વાસ્થ્ય લાભ છે. તે કુદરતી રેચક છે. જેનાથી આંતરડાની મુવમેન્ટ સુધરે છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારીને શરીરમાં પાચક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ધી ઇન્ડિયન જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ ઇમ્યુનિટી માટે ત્રિફળા ખૂબ સારું છે. ત્રિફળામાં એન્ટી ઇનફલામેટરી ગુણ હોય છે, જેનું રોજીંદુ સેવન સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે અને એલર્જીથી બચાવે છે.

આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

દાંતની સંભાળ

જર્નલ ઓફ પેરીઓડોન્ટલોજીમાં 2016માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ તંદુરસ્ત દાંત માટે ત્રિફળા મદદરૂપ થઇ શકે છે. ત્રિફળા દ્વારા મોઢું ધોતા બેક્ટેરિયા અને પ્લાક ઓછા થાય છે.

મોતિયા જેવી તકલીફથી બચાવે છે

ત્રીફળામાં દ્રષ્ટિને તેજ બનાવતો ગુણધર્મ છે. જે તમને મોતિયા અથવા ગ્લુકોમા જેવી આંખની બિમારીઓથી સુરક્ષિત કરે છે.

વજન ઘટાડવા મદદરૂપ

જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો ત્રિફળા તેમને ઉપયોગી થઈ શકે છે. ત્રિફળાનો ઉપયોગ તમારા મેટાબોલીઝમને સુધારવામાં મદદ કરશે, જે વજન ઘટાડવા મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં અને જઠરાંત્રિયના માર્ગને સાફ રાખવામાં પણ મદદ કરે છે.
First published: